Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Important One Liner Questions in Gujarati- 44

Important One Liner Questions in Gujarati- 44ગૂર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ જાણીતું છે ?
રણછોડભાઈ ઉદયરામ

ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે ?
હેમુગઢવી નાટ્યગૃહ ,રાજકોટ

વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
હવેલી સંગીત

આંતરરાસ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ ખ્યાતી મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે ?
કંકુ

હેમંત ચૌહાણનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
ભજનિક

પિરાજી સાગરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
 ચિત્રકલા

‘સંગીતાદીત્ય’ નાં રચયિતા કોણ છે ?
 અદીત્યરામ વ્યાસ

શંકરદાનજી દેથા ક્યાંના રાજકવિ હતા ?
 લીમડીના

અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થસ્થાનોનો ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે ?
 પદ્મપુરાણ

ખડખડાટ કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ?
 નટુભાઈ મિસ્ત્રી

અમદાવાદમાં ઇન્દુચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે ?
 નહેરુબ્રીજને છેડે

પપેટ્ઝ એન્ડ પ્લેઈઝ નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
 પપેટ કલાકાર મહિપત કવિ

માબાપને ભૂલશો નહિ નાં રચયિતા પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?
 જુનાગઢ

શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કોને કરી હતી ?
 કૃષ્ણશંકર શાસ્ત્રી

કુમુદિની લાખિયાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
 કથક

કોને લોકસાહિત્યના ધૂધવતા મહેરામણની ઉપાધી આપવામાં આવી છે ?
 દુલા ભાયા કાગ

સૌનીલ મુનશીનું નામ શાને માટે જાણીતું છે ?
 સુગમ સંગીત

તારી આંખનો અફીણી ગીતનું સંગીત નિયોજન કોણે કર્યું છે ?
 અજિત મર્ચન્ટ

ઈ.સ. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યાપ્રસંગે આકાશવાણી પરથી “વૈષ્ણવજન” ભજન કોણે ગાયું હતું ?
 ઉસ્તાદ ફૈયાઝખાં

ભારતીય ચલચિત્રની પ્રથમ ગુજરાતી નિર્માત્રી દિગ્દર્શિકા કોણ છે ?
 ફાતિમા બેગમ

આંતરરાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમવાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો ?
 પલ્લવી મહેતા

ગુજરાત યુનિવર્સીટીનાં આર્કીટેક્ચરનું નામ શું છે ?
 આત્મારામ ગજ્જર

કઈ જાતિનું મટકી નૃત્ય જાણીતું છે ?
 ગોપાલકો

નાનાભાઈ અને મોટાભાઈ કઈ જાતિના પેટાવર્ગો છે ?
 ભરવાડ

મિયાણી શાને માટે જાણીતું છે ?
 હર્ષદ માતાના મંદિર

નિર્જળા એકાદશીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
 ભીમ અગિયારસ

દિવાસો ક્યારે આવે છે ?
 અષાઢની અમાવસ્યા

જળઝીલણી એકાદશી ક્યારે આવે છે ?
 ભાદરવા સુદ અગિયારસ

મોમાઈ માતાને પુંજ ઉત્સવ કઈ જાતિના લોકો ભક્તિભાવથી ઉજવે છે ?
 રબારી

ડૉ. નાથાલાલ ગોહિલનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું બન્યું છે ?
 ભજનવાણી સંશોધક

“લોકસાહિત્યનું ખેતર ભેળાવા લાગ્યું છે, હવે શ્રી મેઘાણીભાઈ જેવા રાખોપીયાની જરૂર છે.” – કોનું કથન છે?*
 શ્રી ખોડીદાસ પરમાર

જંતર એ શું છે ?
એક પ્રકારનું લોકવાદ્ય

પાવરી શું છે ?
 ડાંગી આદિવાસીઓનું સુષિર વાદ્ય

ફૂંકીને વગાડાતા લોકવાદ્યને શું કહે છે ?
 સુષિર વાદ્ય

‘હુડીલા’ શું છે ?
 બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન

ખારવા લોકોની કુળદેવીનું નામ શું છે ?
 શિકોતરી માતા

સૌરાષ્ટ્રનું કયું ગામ સીદીઓની વસ્તીને લીધે નાના આફ્રિકા તરીકે ઓળખાય છે ?
 જુંબર

 ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત કઈ છે ?
 સવંત૧૧૮૨ની નીશિધ ચુર્નીની

ખાન મસ્જિદ ક્યાં આવેલી છે ?
 ધોળકા

રમઝોળ એટલે શું ?
 મોટા ઘૂઘરા

તુલસી વિવાહ ક્યાં દિવસે ઉજવાય છે ?
 કારતક સુદ અગિયારસ

આદિવાસીઓ વસંતોત્સવનું સમાપન ક્યાં દિવસે કરે છે ?
 અખાત્રીજ

વિભા દેસાઈનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
 સુગમ સંગીત

દર્શના ઝવેરીનું નામ ક્યાં નૃત્ય સાથે જોડાયેલું છે ?
 મણિપુરી નૃત્ય

ગુજરાત સ્ટેટ ટુરીઝમ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
 ૧૯૭૫

સૌથી વધુ મંદિરો ધરાવતો પર્વત કયો છે ?
 શેત્રુંજય પર્વત

તણછાઈની વિશિષ્ઠ કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે ?
 સુરત

સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે ?
 અખંડ સૌભાગ્યવતી

કઈ ગુજરાતી ફિલ્મ ભારતની નવ ભાષામાં બની હતી ?
 મહિયરની ચુંદડી

ગુજરાતના ક્યાં સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે ?
 દ્વારિકા

આર્ય સમાજની સ્થાપના ક્યારે થઇ હતી ?
 ૧૦, એપ્રિલ ૧૮૭૫

બૈજુ બાવરાનું વતન કયું સ્થળ છે ?
 ચાંપાનેર

ભવનાથનો મેળો કેટલા દિવસ માટે યોજાય છે ?
 ૫ દિવસ

બાપા સીતારામનું સુત્ર કોણે આપ્યું હતું ?
બજરંગદાસબાપા

ડાકોર પહેલા ક્યાં નામે ઓળખાતું હતું ?
 ડંકપુર

તરણેતરના મેળામાં કયો રાસ માણવા જેવો હોય છે ?
 હુડા રાસ

તારણગઢનો કિલ્લો ક્યાં આવેલો છે ?
 તારંગા

વર્ષમાં માત્ર એકવાર ખુલતું કયું મંદિર સિદ્ધપૂરમાં આવેલું છે ?
 કાર્તિકેય સ્વામી મંદિર

અમદાવાદને મેગાસિટી તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું ?
 ફેબ્રુઆરી, ૨૦૦૫

કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
 કર્ણદેવ સોલંકી