Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

મેડેમ ભીખાઈજી કામા ( Madam Bhikaji Cama in Gujarati )



મેડેમ ભીખાઈજી કામા

ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં પ્રથમ મહિલા ક્રાંતિકારી તરીકેનું બહુમાન મેળવનાર મેડેમ ભીખાઈજી કામાનો જન્મ તા. ૨૪/૯/૧૮૬૧ ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો.

પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. 

સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા. 

મેડેમ ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 

શાળાના અભ્યાસ દરમિયાન મેડેમ ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. 

નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા. 

પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું. 

સમાજસેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું. 

ઈ.સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા.

પ્લેગના ચેપી રોગમાં મેડેમ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર આ વીરાંગનાપ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો. 

સમાજસેવાને મનોમન વારી ચૂકેલા મેડેમ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા. 

પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી ઉંબરના કે.આર.કામા સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા.

એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય તાકી શક્યું નહિ. 

વારંવાર પતિ સાથે થતાં વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા.

આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું. 

તેમણે ઈ.સ. ૧૯૦૫માં ‘વંદે માતરમ’ નામનું ક્રાંતિકારી અખબાર જીનીવાથી શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો.

તેમની તબિયત બગડતાં  મોટી બીમારીની શસ્ત્રક્રિયા કરાવવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો.

તે સમયે સર દોરાબજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ અભિનય ભારતના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે મેડેમ ભીખાઈજી કામા સાથે જોડાઈ ગયા.

તેઓ લગભગ ૭૫ વર્ષની વયે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બંગ બીસ્તારામાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઇ અંગ્રેજી દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું. 

પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી ભારતની આઝાદીમો મંત્ર જાપ કરતા રહેનાર આ મહાન ક્રાંતિકારી સ્ત્રીરત્ન ની ૧૩ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ અવસાન થયું . 

“ જુલમશાહી નો પ્રતિકાર કરવો તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા સમાન છે.” તેમનો જીવનમંત્ર હતો.