Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

પંચાયતી રાજ - લોર્ડ રીપન (1880-1884) ( Panchayati Raj in Gujarati )

પંચાયતી રાજ - લોર્ડ રીપન (1880-1884) 

( Panchayati Raj in Gujarati )



1. લોર્ડ રીપને પ્રાથમિક શિક્ષણનાં સુધારા માટે "હન્ટર કમિશન" નીમ્યુ.

2. અંગ્રેજો વિરૂદ્ધ માત્ર અંગ્રેજી વર્તમાન પત્રમાં જ લખી શકાશે આવો "લિટન" દ્વારા લાવવામાં આવેલ અન્યાયી કાયદો " વર્નાકયૂલર પ્રેસ એક્ટ" રદ કર્યો.

3.યુરોપિયનનો ન્યાય ભારતમાં માત્ર યુરોપિયન જ કરી સકે તેવી જોગવાઇ દુર કરવા માટે "ઇલ્બટૅ બિલ" લાવવામાં આવ્યુ.

4. ઇ.સ. 1882 માં ભારતના ગામડાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના માટે તેણે ઠરાવ કર્યો જેના આધારે ઇ.સ.1884 માં મુંબઇ પ્રાંતમાં "બોમ્બે લોકલ બોર્ડ એક્ટ" પસાર કરવામાં આવ્યો જેનાં કારણે ભારતના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના થઈ.

5. ઇ.સ. 1881 મા રીપન દ્રારા સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી. રીપન નાં આ પગલાઓનાં કારણે તને " સ્થાનિક સવરજયનો પિતા" કહેવામાં આવે છે.

6. ઇ.સ.1889 માં "બોમ્બે સેનીટેશન એક્ટ" લાવવામાં આવ્યો જેનાં આધારે ભારતના ગામડાઓની અંદર સેનેટરી સમિતિઓ બનાવમાં આવી અને સેનીટેશન સુવિધાઓ ઊભી થઈ.

7. ઇ.સ.1907 મા ઇંગ્લેન્ડ નાં રાજા જ્યોર્જ આઠમાં એ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા "રોયલ કમિશન" ની નિમણૂક કરી.

8. ઇ.સ. 1919 નાં "મોન્ટેગ્યું ચેમ્સફર્ડ સુધારા" અંતર્ગત પંચાયતી રાજ મા ક્યાં ક્યાં કરવેરા ઉઘરાવી સકાય તેની યાદી તૈયાર કરવામાં આવી.

9. ઇ.સ.1935 મા આવેલ "ભારત સરકાર અધિનિયમ" અંતર્ગત ભારતીય પ્રજાને "મીની આઝાદી" તરીકે ઓળખાતી"પ્રાંતીય સ્વાયત્તતા" આપવામા આવી.