Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

શબ્દસમૂહ માટે એક શબ્દ

શબ્દસમૂહ માટે એક શબ્દરુદ્રાક્ષની મોટા મણકાની માળા- બેરખો

બેથી વધારે આંટાવાળી વાળાની વીટી- વેઢ

જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ- કિનખાબ

ઘોડાની પીઠ પર નાખવાનો સામાન- પલાણ

વૈરાગી બાવો- અવધૂત

લાકડાનાં નાના નાના ટુકડા- કરગઠિયાં

અમુક નક્કી વજનનું તોલવાનું સાધન- કાટલું

ધધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ- લહિયો

છીછરો ક્યારો- ખામણું

નાની કાચી કેરી- મરવો

ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડુ- કૂબો

રૂપિયાનો સોમો ભાગ- દોકડો

વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ- તૂતક

વહાણનો પાણીની સપાટીથી નીચે રહેતો ભોંયરા જેવો ભાગ- ભંડક

એક બાજુએથી વાંકું- ઢળતું- કોરવંકુ

રૈલના પાટા નીચે ગોઠવાતો પાટડો- સલેપાટ

જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર- અશરણશર્ણ

પુરા વિચારને અંતે પ્રગટેલું- પુખ્ત, પાકટ

ઊટ પરની નોબત કે મોટું નગારું- નિશાન

જયોતિષના વ્યવસાયમાં મુહૂર્ત, રાશિ વગેરે જોવા માટે વાપરવામાં આવતી પોથી- ટીપણું, પંચાંગ

નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય- વીશી

ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોળાયેલું ઘાસ અને પૂળાનું નીરણ- ઓગાઠ

ઢોરના ગળે બાંધવા માટેનું દોરડું- ઓડો

જેમાં મટકી અથવા વાસણ મૂકીને અધ્ધર લટકાવી શકાય એવું ગૂંથેલી ઝોળી જેવું સાધન- શીકું

સુકા ઘાસની પૂળાની ગંજી- હોગલી, ઓઘલી

જક્કી વલણવાળું- તંતીલું, હઠાગ્રહી

અડધી જાગ્રત હોય તેવી અવસ્થા- તંદ્રા

માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ- ઢોબલું

સુકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર- પંજેડી

નગરનો નાશ- પુરભંગ

શિવજીનું ધનુષ્ય- ત્ર્યંબક

શાહી રાખવાનું પાત્ર- દવાત, ખડિયો

બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ- ટોડલો

સિંહની ગર્જના- ડણક

કાપડ વણવાનું સાધન- સાળ

ખાતરમાં પાકને પાણી પાવા માટે કુવામાંથી પાણી કાઢવાનું સાધન- રેં

પાંદડામાંથી બનાવેલું વાટકા જેવું સાધન- પડિયો

નદીકિનારા પાસેની બખોલ- કોતર

પાણી આવવા- જવા માટે બાંધેલો સાંકડો માર્ગ- ગરનાળું

મરણ પછી બારમાં દિવસે થતી વિધિ- કારજ, બારમું

મરણ પાછળ રોવા- કૂટવાનો રિવાજ- કાણમાંકાણ

શાબાશી બદલ અપાતો પોશાક- સરપાવ

ગામની બહાર ઢોરો ઊભાં રહે છે તે જગ્યા- ગાંદરું

પાછળનો ભાગ, છુપાવાની જગ્યા- ઓઠું

થોડા સૂકા, થોડા ભીના- આલાલીલા

ઉમંગમાં ઠાઠથી ધીમેધીમે ચાલવું- મલપવું

ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો- સલૂન

જીવનને ઉપયોગી ભાથું- જીવનપાથેય

ગામઠી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું લાકડું- મોભ

કઈક માંગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી- જાસાચિઠ્ઠી

ચાંદીની રણકારવાળો સિક્કો- કલદાર

પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર- જાજરમાન

છિદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ- હેરિયું

બુટની અંદરના ભાગમાં રાખવામાં આવતું છૂટું પડ- સગથળી

ટમાં મૂકવાનું તેના જ માપ અને આકારનું લાકડાનું સાધન- ઓઠું

ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનું કારખાનું- પોટરી

પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું- શેલારો

કણસલાં કાપવાની ક્રિયા- લણણી

કણાં પાનની લાલ રેખાઓ- ટશર, ટસર

હિંદુ મહિનના બંને પખવાડિયાની પહેલી તિથિ- પડવો

બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ- કાતરા

એક નાનું બેધારું હથિયાર- કટારી, કટાર

હાથીના લમણાનો ભાગ- કુંભસ્થળ, ગંડસ્થળ

ચાર કડીઓવાળું ઘોડાના મોંમા પહેરાવાતું સાધન- ચોકડું, લગામ

ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન- સાંબેલું, મુસળ

હોળી ખેલનારો માણસ- ઘેરૈયો, ઘેરિયો, હોળૈયો

સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક- લઘુકૌમુદી

ભિક્ષાવૃતિ, માગણવૃતિ- યાચનાવૃતિ

વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ- ગંગાસ્વરૂપ

બરુની કલમ- કિત્તો

શાહી ચૂસનારો એક કાગળ- બ્લોટિંગ

ખાટલાની ચોખટના પાટિયાં- ઈસ

કસ્તૂરી ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી- ઘૂંટીને તૈયાર કરેલો લેપ- યક્ષકર્દમ

નાગરવેલના પાનનું બીડું- તંબોળ, તાંબૂલ

મોંથી વગાડવાનું એક વાજિંત્ર- ચંગ

બને બાજુએ વગાડાય તેવું ઢોલક જેવું એક તાલવાદ્ય- મૃદંગ

દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય- લાવલશ્કર

તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું- ડહલકો

તીર કે તેનું પાનું, એક હથિયાર- ભાલોડું

ગાડાના બળદના દોરડાના જેટલું અંતર, લગભગ સોળ હાથનું અંતર- રાશવા

પથ્થર અને ઢેફા ફેંકવાનું સાધન- ગોફણ

એક જાતની જાડી- પોચી પૂરી- દહીંથરું

મોહને લીધે સાનભાન ગુમાવી બેઠેલી વ્યક્તિ- મોહાંધ

પાણીમાં વિશિષ્ટ રીતે તરવું-  સેલ્લારા

તાંબાનું તાસક જેવું પાત્ર- તરભાણું

જેના જમાનાથી ચાલ્યા આવતા રિવાજ- ઘરેડ, ચીલો

માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય- મોંસૂઝણું