Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Important One Liner Questions and Answers in Gujarati- 47

Important One Liner Questions and Answers in Gujarati- 47


રાજ્ય ધોરી માર્ગ દર્શાવતા માઈલસ્ટોનમાં ઉપરનો ભાગ ક્યા રંગે રંગવામાં આવે છે? – લીલો

રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબર દર્શાવતા માઈલસ્ટોનમાં ઉપરના ભાગ ક્યા રંગે રંગવામાં આવે છે? – પીળો

એસ્કિમો લોકોના વિશિષ્ટ રહેઠાણો ક્યા નામે ઓળખાય છે? – ઈગ્લુ

કેનેડાની રાજધાની કઈ છે?- ઓટાવા

એમેરીકાના રાષ્ટ્ર્પતી ભવન ક્યા નામે ઓળખાય છે અને ક્યા શહેરમાં આવેલ છે? – વ્હાઈટ હાઉસ, વોશિંગ્ટન

ગુજરાતનું સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા શહેરમાં આવેલું છે? – વડનગર

સોલંકીકાળમાં તેમની રાજધાનીનો પ્રદેશ ક્યા નામે ઓળખાતો? 
- સરસ્વતી મંડલ

કયા વંશના કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? – સોલંકી

વિમલવસહી મંદીર ક્યાં આવેલું છે? – આબુ

ઇ.સ 1178 માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? – રાણી નાયકાદેવીએ

પાટણની પશ્વિમે આવેલું ક્યું ગામ અણહિલવાડનું અપભ્રંશ થયેલું નામ છે? - અનાવડ

હેમચંદ્રાચાર્યે ક્યા વ્યાકરણ ગ્રંથની રચના કરી? – સિદ્ધહેમ શબ્દાનુશાસન

ગુજરાતમાં મધ્યયુગ દરમ્યાન હસ્તલિખિત પત્રો કે ચિત્રો શાના પર લખાતાં? – તાડપત્રો ઉપર

રાજા રાજ્ય સિંહાસન છોડી વનવાસ સ્વીકાર્ય કરે તેને શું કહેવાય? – કંથાધારી

સલ્તનત કાળમાં કઈ ભાષામાં પુસ્તકો લખાયાં હતા? – ફારસી ભાષામાં

ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર ક્યા પ્રદેશોમાં આવેલો છે ?  – દક્ષિણ ગુજરાત 

પર્ણા અભ્યારણ્ય  ક્યા જિલ્લામાં આવેલું છે ? – ડાંગ 

ગીર અભ્યારણ્ય ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? – ઈ.સ. ૧૯૬૫ 

ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લો ગણાય છે ? – ભાવનગર