Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

04 ડીસેમ્બર : આજે છે ભારતીય નૌસેના દિવસ [ Today is Indian Navy Day in Gujarati ]

04 ડીસેમ્બર : આજે છે ભારતીય નૌસેના દિવસ 

[ Today is Indian Navy Day in Gujarati ]


☞ નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીરલાઓને યાદ કરવામાં આવે છે. નૌસેના દિવસ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે.

☞ 15 ઓગસ્ટ 1947 માં ભારત જ્યારે આઝાદ થયું . ત્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યું અને આ દિવસે ભારતીય નૌસેનાએ પોતાના નામમાંથી 'રોયલ'નો ત્યાગ કર્યો . ત્યારે ભારતના નૌસૈનિ દળમાં જૂનુ યુદ્ધપોત હતુ .

☞ આઈ. એન. એસ. 'વિક્રાંત' ભારતીય નૌસેનાનું પ્રથમ યુદ્ધપોતક વિમાન હતુ. જેને 1961માં સેનામાં સામેલ કરવામાં આવ્યુ હતુ. પછી આઈ. એન. એસ 'વિરાટ' ને 1986માં સામેલ કરવામાં આવ્યુ હતુ . જે ભારતનુ બીજુ વિમાનવાહી પોત બની ગયું .

☞ આજે ભારત પાસે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું ભૂમિદળ પાંચમા નંબરનું હવાઈદળ અને સાતમા નંબરનું મોટામાં મોટું નૌકાદળ છે .

☞ આ ત્રણેય પાંખના વડાનું વડું મથક નવી દિલ્હીમાં આવેલ છે . રાષ્ટ્રના દરિયાઈ હિતોના રક્ષણની જવાબદારી ભારતીય નૌકાદળને સોપવામાં આવી છે .

☞ જયારે હવાઈદળ સંરક્ષણની સમતુલા હવાઈ માર્ગોના પ્રતિબંધ સર્વેક્ષણ તથા હુમલા વખતે હવાઈ ટેકો પુરો પાડવાની જાળવણી કરે છે . કુદરતી આફતોમાં રાહત કાર્યોમાં પણ મદદરૂપ થાય છે