Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

17 જાન્યુઆરી, 2020 : આજની વર્તમાન બાબતો [ Today Current Affairs in Gujarati 17, January 2020 ]

17 જાન્યુઆરી, 2020 : આજની વર્તમાન બાબતો [ Today Current Affairs in Gujarati 17, January 2020 ]

Here you get Daily latest Current Affairs in Gujarati. Important For Talati, Clerk, GPSC, Class - 2 and Class - 3 Exams.


તારીખ: 17/01/2020
વાર: શુક્રવાર

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે ગયા હતા. જ્યાં તૈયાર થયેલી કે-9 વ્રજ ટેન્કને આર્મીને સોંપી.

લદાખ દ્વારા પ્રથમ ફુડ પ્રોસેસીંગ સમિટનું આયોજન કરવામાં  આવ્યું.

નવીનીકરણીય ઉર્જા રોકાણકારોની બેઠક ભારતીય રેલ્વે દ્વારા આયોજિત કરવામાં આવી.

ભારત-જાપાન કોસ્ટ ગાર્ડની સંયુક્ત અભ્યાસ 'સહયોગ કૈજિન' ચેન્નઈ બંદરે શરૂ થયો.

વિકલાંગ વ્યક્તિ અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકો હવે પોસ્ટલ બેલેટ દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો મત આપી શકે છે.

5 મો સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (SCI-FFI) 2020 એ ગોવાના પનાજીમાં પ્રારંભ થયો.

લખનૌમાં ઓમ બિરલાએ CPA ઇન્ડિયા રિજિયનના 7મા કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું.

ભારતે હાઇ પાવર કમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ -30 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.

પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ મહિલા ત્રીજા અમ્પાયરની ભૂમિકામાં હશે. વેસ્ટ ઇન્ડીઝની જેકલીના વિલિયમ્સ આયર્લેન્ડ સામેની પ્રથમ ટી 20 મેચમાં ત્રીજા અમ્પાયરની ભૂમિકા નિભાવશે.

ફુટબૉલ જગતમાં સૌથી વધારે કમાણી કરતી ક્લબ તરીકે એફસી બાર્સેલોનાએ સ્થાન મેળ‍વી લીધું છે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા ૨૦૧૯ માટે સ્પિરિટ ક્રિકેટ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

એમેઝોન ભારતના નાના બિઝનેસ માટે 7000 કરોડનું રોકાણ કરશે