Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

એક તપેલામાં પાંચ કલાકની મહેનતે બનાવવામાં આવી રેકૉર્ડબ્રેક 1995 કિલો ખીચડી

એક તપેલામાં પાંચ કલાકની મહેનતે બનાવવામાં આવી રેકૉર્ડબ્રેક 1995 કિલો ખીચડી

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના તત્તાપાનીમાં મકર સંક્રાન્તિ નિમિત્તે એક મોટા વાસણમાં ૧૯૯૫ કિલો ખીચડી બનાવવાનો નવો વિશ્વવિક્રમ સ્થપેયો હતો. 

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના પ્રતિનિધિ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા અને તેમની સામે ખીચડીનું વજન કરવામાં આવ્યું હતું અને તેમના જ હસ્તે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ પણ અપાયું હતું. 

૨૫ શેફે મળીને ૪૦૫ કિલો ચોખા, ૧૯૦ કિલો દાળ, ૯૦ કિલો ઘી, ૫૫ કિલો મસાલા અને ૧૧૦૦ લિટર પાણીનો ઉપયોગ કરીને ખીચડી રાંધી હતી. 

જે વાસણનો ઉપયોગ થયેલો એનો પરિઘ ૭ x ૪ ફીટનો હતો અને વજન હતું ૬૫૦ કિલો.

૧૯૯૫ કિલો ખીચડી તૈયાર કરીને નવો વિશ્વવિક્રમ સ્થાપિત થયો હતો.