Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
રાજકોટ જીલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણીને અનુલક્ષીને ગઇકાલે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 565 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 


શહેરમાં 9 આધુનિક બસ સ્ટેન્ડ, સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યુ કે, આગામી સમયમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ, નવી જીલ્લા અદાલત તેમજ ઝનાના હોસ્પિટલના આધુનિક ભવનના નિર્માણની સાથે સાથે ખીરસરા ખાતે અદ્યતન જીઆઇડીસીનું કાર્ય પણ હાથ ધરાશે. 

તેમણે ગુજરાતના શહેરો સુવિધાઓથી સજ્જ બની વિશ્વના આધુનિક શહેરોની બરોબરી કરી શકે તેવા બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. વિજય રૂપાણીએ ઉર્મેયુ કે વેસ્ટ ટુ એનર્જિના માધ્યમ થી કચરામાંથી વિજળી ઉત્પન્ન કરી તેની આવકના નાણા શહેરના વિકાસમાં વપરાશે.