Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

એમેઝોન ભારતના નાના બિઝનેસ માટે 7000 કરોડનું રોકાણ કરશે

એમેઝોન ભારતના નાના બિઝનેસ માટે 7000 કરોડનું રોકાણ કરશે


21મી સદી ભારતની, અમેરિકા સાથેનું જોડાણ સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે: બેઝોસ

હાલમાં એમેઝોન ઇન્ડિયા પર 5.5 લાખ ભારતીય વેપારીઓ અને 60,000 ભારતીય કંપનીઓ વેપાર કરે છે

ભારતના નાના અને મધ્યમ કદના બિઝનેસને ઓનલાઇન બનાવવા માટે એમેઝોન એક અબજ ડોલર(૭૦૦૦ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે તેમ કંપનીના સ્થાપક જેફ બેઝોસે એક નિવેદનમાં જણાવ્યું છે.

બેઝોસે વચન આપ્યું છે કે તે ૨૦૨૫ સુધીમાં ભારતમાં નિર્મિત ૧૦ અબજ ડોલરની વસ્તુઓ નિકાસ કરશે.

આ અગાઉ ઓનલાઇન રિટેલ જાયન્ટે ભારતમાં ૫.૫ અબજ ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે અમેઝોન માટે અમેરિકા પછી ભારત સૌથી મહત્ત્વપૂર્ણ બજાર છે.

એમેઝોનને આશા છે કે આ રોકાણ ભારતની સમૃદ્ધિમાં લાખો લોકો જોડાશે અને તેની સાથે જ ભારતમાં નિર્મિત વસ્તુઓ ભારતની સસ્કૃતિનો પ્રચાર કરશે.

Founder :-  Jeff Bezos
Headquarters :- Seattle, Washington
Founded :-  July 5, 1994;