Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

ITTF રેન્કિંગ: માનવ ઠક્કર વિશ્વનો નંબર 1 ખેલાડી

 ITTF રેન્કિંગ: માનવ ઠક્કર વિશ્વનો નંબર 1 ખેલાડી

  

યુવા ભારતીય પેડલર માનવ ઠક્કર આજે અન્ડર -21 પુરૂષ સિંગલ્સ કેટેગરીમાં તાજેતરની ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF ) રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યો છે.

આ સાથે ઠક્કર હરમીત દેસાઇ, જી સથિયાં અને સૌમ્યાજિત ઘોષ પછી સિદ્ધિ હાંસલ કરનાર ચોથો ભારતીય બન્યો.

ગયા વર્ષે ડિસેમ્બરમાં કેનેડાના માર્કહામમાં ITTF  ચેલેન્જ પ્લસ બેનેમેક્સ-વિર્ગો નોર્થ અમેરિકન ઓપનમાં અન્ડર -21 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યા બાદ 19 વર્ષીય માનવ ઠક્કરે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું.

ઠક્કર ફેબ્રુઆરી 2018 માં અન્ડર -18 કેટેગરીમાં પણ વિશ્વ નં. ૧  હતો


તે ભારતીય પુરુષ ટીમનો ભાગ હતો જેણે જકાર્તામાં 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.