તલાટી બનવા માટે શું કરવું જોઈએ ?
તલાટી કમ મંત્રી એવૂ નામ દરેક લોકોએ સાંભળ્યું જ હોય છે. જ્યારે તમે ગામડાના રહેવાસી હોવ તો તમારે અવશ્ય તલાટી કમ મંત્રી સાથે મુલાકાતક કરવાની જરૂર તો પડી જ જશે.
તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતમાં ગામનું કામકાજ સંભાળે છે. આજના લેખમાં આપણે વાત કરીશું કે તલાટી કમ મંત્રી કેવી રીતે બની શકાય? તલાટી નો પગાર કેટલો હોય ? તલાટીના કાર્યો શું હોય ? તથા તલાટીની પરીક્ષા વિશેની માહિતી વિશે આપણે અહીં ચર્ચા કરીશું.
૧. તલાટી કેવી રીતે બની શકાય ?
હાલના સમયમાં તલાટી કમ મંત્રી બનવા માટે તમારી પાસે ઓછામાં ઓછું ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ હોવો જોઈએ. થોડા સમય પછી તલાટી કમ મંત્રી માટે પણ સ્નાતક હોવાની જરૂર પડશે.
તથા તમારે ગુજરાત સરકાર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવે ત્યારે તમે ઓનલાઈન Ojas Gujarat પરથી પણ ફોર્મ ભરી શકો છો.
ફોર્મ ભરી દીધા બાદ સરકાર દ્વારા પરીક્ષાની જાહેરાત કરવામાં આવશે. જેમાં ૧૦૦ ગુણનું ગુજરાતી માધ્યમમાં વિકલ્પ આધારિત પ્રશ્નો હોય છે. જેના મેળવેલ ગુણ પરથી તમારું અંતિમ સિલેકસન થશે .
5 લાખ સુધીની સારવાર માટે સારવાર માટે સરકાર આપશે પૈસા, અરજી કરવાની માહિતી જાણવા ક્લિક કરો.
૨. તલાટી કમ મંત્રી બનવા માટે ઓછામાં ઓછી લાયકાત :
હાલના સમયમાં ધોરણ ૧૨ પાસ જોઈએ છે.
૩. તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ :
- જનરલ નોલેજ : ૫૦ ગુણ
- ગુજરાતી વ્યાકરણ : ૨૦ ગુણ
- અંગ્રેજી વ્યાકરણ : ૨૦ ગુણ
- સામાન્ય ગણિત : ૧૦ ગુણ
૪. તલાટી કમ મંત્રીનો પગાર ધોરણ :
પ્રથમ પાંચ વર્ષ માટે ૧૯,૫૦૦/- રૂ. ત્યાર બાદ વધારો થાય છે.
૫. તલાટીના કાર્યો :
તલાટી નું કાર્ય કોઈ પણ ગામ માટે મહત્વનું હોય છે. ગ્રામ પંચાયત કચેરી બાબતના તમામ કાર્યો નો કારોબાર તલાટી પાસે હોય છે.
૬. તલાટીની પરીક્ષા કયારે લેવાય છે? અને હરિફાઇ હોય છે?
તલાટીની પરીક્ષા દર વર્ષે લેવામાં આવતી નથી. જ્યારે ખાલી જગ્યાઓની ભરતીની જરૂરિયાત હોય ત્યારે પરીક્ષા લેવામાં આવે છે.
તલાટી ભરતીનો સમયગાળો પણ નિશ્ચિત હોતો નથી. ૨૦૨૨ માં તલાટી કમ મંત્રી માટે ૩૩૦૦ જગ્યા માટે ૨૩ લાખ લોકોએ ફોર્મ ભર્યા છે. જેના પરથી તમે અંદાજ લગાવી શકો છો. કેટલી હરિફાઈ રહેશે.
દિકરીઓને મળશે 21 વર્ષે 1 લાખ 43 હજાર સરકાર તરફથી, જાણવા ક્લિક કરો
ફ્રી ગેસ કનેક્શન મેળવવા અરજી કરવા અહીં ક્લિક કરો.
0 ટિપ્પણીઓ