કલેકટર કેવી રીતે બનાય ? | કલેકટર એટલે શું

 કલેકટર કેવી રીતે બનાય | કલેકટર બનવા શું કરવું જોઈએ?


કલેકટર શબ્દ સાંભળીએ એટલે તરત જ આપણને નવાઈ લાગે! કારણ કે આપણે આપણી આજુબાજુ આ શબ્દ ઘણી વાર ટોણા મારતાં લોકો જોડે સાંભળ્યો હોય છે. જેમ કે... તું તો કાય કલેકટર તો છે ને... ઓહોહો આટલું ભણીને શું કલેકટર બનો તો સારું...

આ પ્રકારના શબ્દો આપણે બધા સાંભળતા જ હોઇએ છીએ. મિત્રો, આજના લેખમાં આપણે એક વિધાર્થી થી કલેકટર બનવા સુધીની દરેક માહિતીની જાણકારી મેળવીશું. જીલ્લા કલેકટર બનવા માટે તમારે કઠણ પરીક્ષા આપવી પડે.. પરીક્ષાનું નામ છે UPSC. જે ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે. એ પરીક્ષા પાસ કરી તમે સારા ગુણ મેળવો તો તમને કલેકટરની પોસ્ટ મળી શકે છે.

પરંતુ તમારી જાણકારી માટે કહું તો UPSC એ ભારત સરકારની પરીક્ષા છે. એટલે તેમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં દેશભરના ઉમેદવાર હોય છે. તથા સ્પર્ધાનું લેવલ પણ ખુબ જ વધું હોય છે. આ પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષા પૈકી એક છે.

હવે કલેકટર બનવા માટે બીજો રસ્તો છે GPSC. જે રીતે ભારત સરકાર પરીક્ષા લે છે એવી જ રીતે ગુજરાત સરકાર GPSC નામની પરીક્ષા લે છે. જે પરીક્ષા પાસ કરી પણ તમે જીલ્લા કલેકટર બની શકો છો. 


1. UPSC પરીક્ષા વિશે માહિતી ?

UPSC પરીક્ષાનું માળખું ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલ છે જેમાં.. સૌપ્રથમ

1. પ્રાથમિક પરીક્ષા

2. મેઇન પરીક્ષા

3. પર્સનાલિટી ટેસ્ટ

પ્રાથમિક પરીક્ષા જેમાં બે પેપર લેવામાં આવે છે. જે MCQ આધારિત પરીક્ષા છે. જેમાં એક પેપર જેમાં તમારે મેરિટ માટે ગુણ લાવવાના હોય છે. જ્યારે બીજા પેપરમાં તમારે માત્ર 33% ગુણ લાવવાના હોય છે.

પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા પછી લેખિત પરિક્ષા આવે છે. જેમાં ટોટલ નવ પેપર હોય છે. જેમાં બે પેપર જેમાં તમારે 33% ગુણ લાવવાનાં હોય છે. બાકીના પેપરમાં મેરિટ લાવવાનું હોય છે. 


Qualified પેપર 


1. કોઈ પણ ભારતીય ભાષા - 300 ગુણ

2. અંગ્રેજી પેપર - 300 ગુણ


• મેરિટ માં ગણાય તેવા પેપર :-

1. જનરલ નોલેજ - 1

2. જનરલ નોલેજ - 2

3. જનરલ નોલેજ - 3

4. નિબંધ

5. એથિકસ

6. ઓપ્શનલ પેપર 1

7. ઓપ્શનલ પેપર 2


દરેક પેપર 250 ગુણનું હોય છે. તેમ કુલ 1750 ગુણ માંથી મેળવેલ ગુણ મેરિટ માં ગણાય છે. 

અંતે Interview જે દિલ્લી માં UPSC ભવનમાં આપવાનું હોય છે. જે 275 ગુણનું હોય છે. તેમ ટોટલ 2075 ગુણ માંથી મેરિટ બને છે. 


વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો


2. GPSC પરીક્ષા વિશે માહિતી :

GPSC પરીક્ષા ગુજરાત સરકાર લે છે. જેમાં ઉંચી રેન્કમા આવતા ઉમેદવારોને નાયબ કલેકટર મળે છે.


GPSC પરીક્ષા પધ્ધતિ જાણવા માટે : અહિં ક્લિક કરો


3. કલેકટર ની નોકરી વિશેની જાણકારી :

કોઈ પણ પરીક્ષા પાસ કર્યા બાદ તમને ટ્રેનિંગ માં મોકલવામાં આવે છે. ત્યારબાદ તમારી નિમણૂક નાયબ કલેકટર તરીકે થાય છે. જેમાં અમુક સમયની સેવા પછી કલેકટર પદ આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં પ્રમોશન તથા ઘણાબધા વિભાગોમાં કામ કરવાનો મોકો મળે છે. 


4. કલેકટર બનવા માટે લાયકાત : 

GPSC કે UPSC આપવા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ તથા ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.


5. કલેકટર નું પગાર ધોરણ અને સુવિધાઓ :

તમારી ટ્રેનિંગ શરૂ થાય તે દરમિયાન થી જ મહિને 56,000/- પગાર મળવા લાગે છે. જે સમય જતાં વધે છે. તેની સાથે સાથે જ્યારે તમારી નિમણૂક નાયબ કલેકટર તરીકે થાય ત્યારે તમને એક બંગલો, એક વાહન ઓફિસના ઉપયોગ માટે જેવી સુવિધાઓ પણ મળે છે. તેની સાથે સાથે બીજી પણ ઘણી સરકારી સુવિધાઓ અધિકારીઓને આપવામાં આવે છે.


6. UPSC ની પરીક્ષા ક્યારે આવે છે?

UPSC પરીક્ષા ફોર્મ દર વર્ષે ફેબ્રુઆરીમાં ઓનલાઇન ભરાય છે. તથા જુનમાં પરીક્ષા શરૂ થાય છે. જે સમગ્ર વર્ષ દરમિયાન ત્રણ તબક્કામાં લેવાય છે.

• કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ