15 મી ઓગસ્ટ વિશે ભાષણ
ભારતને આજે એટલે કે 15 મી ઓગસ્ટ 2022 ના રોજ આઝાદી મળ્યાને 75 વર્ષ પુર્ણ થયા. આજના પર્વ વિશે આપ સૌ જાણો જ છો. 15 મી ઓગસ્ટના 1947 ના દિવસે ભારતને અંગ્રેજ સરકાર થી આઝાદી મળી હતી. જેથી 15 મી ઓગસ્ટ ના દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આઝાદ થયા પછી ભારતે દરેક ક્ષેત્રમાં ખુબ જ પ્રગતિ કરી છે.
દુનિયામાં આજે ભારત ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. વિજ્ઞાન, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, ઉધોગ, વ્યાપાર, સંશોધન જેવા દરેક ક્ષેત્રમાં ભારત અગ્રિમ સ્થાન પર છે. 15 મી ઓગસ્ટના દિવસે ભારતના શહિદ વીરોને તથા દેશના ઘડવૈયાઓ ને યાદ કરીએ છીએ અને તેમના બલિદાનને બિરદાવી એ છીએ.
ભારત દેશની આઝાદી માટે ઘણા બધા લોકોએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. દેશનું મહત્વપૂર્ણ બંધારણ અને વ્યવસ્થા માટે પણ દેશના ઘડવૈયાઓએ અથાગ પરિશ્રમ કર્યો છે. ભારત દેશે વિતેલા 75 વર્ષમાં ખુબ જ હરણફાળ પ્રગતિ કરી છે. દુનિયાના તમામ દેશોની સરખામણીમાં ભારતે પણ પોતાનું સ્થાન જમાવ્યું છે.
ભારત વિદેશ સાથે વ્યાપાર ક્ષેત્રે પણ ખુબ જ પ્રગતિ કરી છે. તથા પર્યટન સ્થળો માં પણ ખુબ વિકાસ કર્યો છે. જેથી વિદેશથી લાખોમાં લોકો ભારતમાં આવે છે. આર્થિક વિકાસ પણ ખુબ મહત્વનો કર્યો છે. સંરક્ષણ ક્ષેત્રે પણ દેશે ઘણી પ્રગતિ સાધી છે. અવકાશ તથા ઇંટરનેટ ક્ષેત્રે પણ ભારત સ્વનિર્ભર બન્યું છે.
જેથી આઝાદીના 75 વર્ષ ખુબ જ પ્રગતિના રહ્યા છે. જેથી આગામી વર્ષો પણ પ્રગતિશીલ રહે અને દેશનો દરેક નાગરિક દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન દે એવી આશા છે.
0 ટિપ્પણીઓ