5 ઓગસ્ટ કરંટ અફેર્સ
- તાજેતરમાં કેન્દ્ર સરકાર લિકિંગ ટેકસટાઈલ વિથ ટુરિઝમ પહેલના ભાગરુપે હેન્ડી ક્રાફટ કલસટરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના સમર્થન સાથે ખુબ જ પ્રવાસન સ્થળો જોડી રહી છે.
- આ બાબતે ગામોના સર્વાંગી વિકાસ માટે 8 ક્રાફટ વિલેજની શરૂઆત કરવામાં આવી છે.
- આ ગામોમાં ક્રાફટ વિલેજ પહેલ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ ક્રાફટ વિલેજ પહેલ કારીગરો માટે એક સધ્ધર અને પૈસા કમાતા આજીવિકા વિકલ્પ તરીકે હસ્તકલાને પ્રોત્સાહન આપશે.
- તે ભારતને સમૃદ્ધ કલાત્મક વારસાનું રક્ષણ કરશે.
- ક્રાફટ વિલેજ પહેલ થી સમગ્ર ભારતના 1000 કારીગરો ને ફાયદો થશે.
• ૮ ક્રાફટ વિલેજ :
1. રઘુરાજપુર (ઓડીશા)
2. તિરુપતિ ( આંધ્ર પ્રદેશ)
3. વાડજ ( ગુજરાત)
4. નૈની ( ઉત્તર પ્રદેશ)
5. અનેગુંડી ( કર્ણાટક)
6. મહાબલીપુરમ ( તમિલનાડુ)
7. તાજ ગંજ ( ઉત્તર પ્રદેશ)
8. આમેર ( રાજસ્થાન)
- ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા વગેરે સાથે એરિયલ વોરફેર પિચ બ્લેક કવાયતમાં ભાગ લેશે.
- રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સ દ્વારા તેનું દ્નિવાર્ષિક આયોજન કરવામાં આવે છે. આ કવાયતમાં 17 દેશના કુલ 100 વિમાન અને 2500 લશ્કરી જવાનો ભાગ લેશે.
- તે 19 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન ઉતરી ઓસ્ટ્રેલિયા માં યોજાવાની છે.આ કવાયત સહભાગી દેશો વચ્ચે જ્ઞાન અને અનુભવના આદાન પ્રદાન ની તક આપે છે.
- તાજેતરમાં ઈલેક્ટ્રોનિકસ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ એ નવી દિલ્હી માં My Gov ના 8 વર્ષની ઉજવણી કરવા માટેનો કાર્યક્રમની શરૂઆત કરી હતી.
- આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ એ Responsible AI for youth 2022 પણ લોંચ કર્યું હતું.
- My Gov એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક નાગરિક જોડાણ પ્લેટફોર્મ છે. તે 26 જુલાઈ 2014 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
- તાજેતરમાં તમિલનાડુના રાજરથિનમ સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તમિલનાડુ પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ એનાયત કરાયો.
- ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ દ્વારા પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરાયો હતો.
- ભારતમાં કોઈ પણ સૈન્ય એકમને આપવામાં આવેલું આ સર્વોચ્ચ સમ્માન છે. આ એવોર્ડને સ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમામ અધિકારીઓ દ્વારા તેમના ગણવેશની ડાબા હાથની સ્લીવ પર પહેરવામાં આવે છે.
- આલ્ફા બેટની માલિકીની AI શંસોધન કંપની DeepMind Technologies એ Alphafold નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટુલ વિકસાવ્યું છે.
- આ ટુલ તમામ પ્રોટીનની રચનાની આગાહી અને પ્રકાશિત કરવામાં સક્ષમ છે આમ,આ સાધન જૈવિક સંશોધન માટે સૌથી પ્રભાવશાળી ડેટાબેઝ ખોલે છે.
- તાજેતરમાં, યુએસ હાઉસ ઓફ Representative એ ચિપ્સ અને સાયન્સ બિલ પસાર કર્યું. ચિપ્સ બિલનો અર્થ છે સેમિકન્ડક્ટર ના ઉત્પાદન માટે મદદરૂપ પ્રોત્સાહન નો બનાવવા.
- USD 280 બિલિયનની સહાય અને સબસિડી આપવા માટે ચિપ્સ બિલ પસાર કરવામાં આવ્યું છે.
- આ બિલ ખાસ કરીને યુ.એસ માં સેમિકન્ડક્ટર ઉધોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુ.એસ માં સેમિકન્ડક્ટર ઉધોગ ચીનની સ્પર્ધાનો સામનો કરી રહ્યો છે.
દરરોજ કરંટ અફેર્સ તથા મહત્વની અપડેટ્સ મેળવવા ટેલિગ્રામ કે વોટ્સએપ માં જોડાઇ શકો છો.
0 ટિપ્પણીઓ