ગાય ભેંસ નો તબેલો બનાવવા માટે લોન | Tabela Loan Yojana Gujarat
ગુજરાત સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. જે અંતર્ગત આદિજાતિ ના લોકો માટે તબેલો બનાવવા માટે 4 લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે.
જે લોકો પાસે વધારે સંખ્યામાં ગાયો ભેંસો હોય એ લોકો માટે તબેલો બાંધવા આ લોન આપવામાં આવશે. આ લોન મેળવવા માટે વ્યક્તિએ આદિજાતિ ગુજરાત ની વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે.
• તબેલો લોન યોજનાનો હેતુ શું છે?
ગુજરાતના અનુસુચિત જનજાતિના લોકો માટે સ્વરોજગાર મેળવવા હેતુ તબેલો બનાવવા માટે લોન.
• કોને લોન મળી શકે?
ગુજરાતના અનુસુચિત જનજાતિના લોકોને
• યોજના હેઠળ લોનની રકમ :
આ યોજના હેઠળ લાભાર્થીઓને 4 લાખ સુધીની લોન આપવામાં આવશે.
• અરજી કરવાનો પ્રકાર :
ઓનલાઇન
• લોનની મેળવવા માટે લાયકાત :
- અરજદાર પાસે આદિજાતિનો હોવાનું પ્રમાણપત્ર મદદનીશ કમિશનર નું તકેદારીનું રજું કરવાનું રહેશે.
- અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી તથા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ચુંટણી કાર્ડ
- આધારકાર્ડ
- અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20000/- તથા શહેરી વિસ્તાર માટે 1 લાખ 50 હજાર હોવી જોઈએ.
• તબેલાની લોન લેવા માટે અરજદારની પાત્રતા :
- લાભાર્થીએ જે તબેલાના હેતું માટે ધીરાણની માગણી કરેલ હોય તે અંગે જાણકારી અને તાલીમ લીધેલ હોવી જોઈએ.
- તબેલા અંગે ઓછામાં ઓછાં બે દુધાળા પશુ પાળેલા હોવા જોઈએ.
- દુધ મંડળીના સભ્ય હોવા જોઈએ તથા છેલ્લા 12 મહિનાની દુધ મંડળીની પાસબુક રજું કરવાની રહેશે.
• તબેલા લોન યોજના માટે ધીરાણ મર્યાદા :
4 લાખ રૂપિયા.
• તબેલા લોન યોજના માટે લાભાર્થી ફાળો :
આ યોજના પ્રમાણે ધીરાણ ના 10 ટકા લાભાર્થી ફાળો ભરવાનો રહેશે.
• તબેલા માટે લોનનો વ્યાજદર :
વાર્ષિક 4% વ્યાજદર તથા વિલંબિત ચુકવણી માટે વધારાના 2% દંડરૂપે ભરવાનો થશે.
• લોન પરત કરવાનો સમયગાળો :
20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ચુકવણી કરવાની રહેશે.
લોન નિયત સમય કરતાં વહેલા પણ અરજદારને ચુકવણી કરવાની છુટ રહેશે.
• અરજી કોના દ્વારા મોકલવી ?
આદિજાતિના વિસ્તારના અજદારે જે તે વિસ્તારના પ્રાયોજનના વહીવટદારના ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે.
• અરજી મેળવવાનું સ્થળ :
ઓનલાઇન વેબસાઇટ મારફતે
• તબેલા લોન યોજના જરુરી દસ્તાવેજ :
- અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- આધાર કાર્ડ ની નકલ
- મિલકતનો પુરાવો
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ
• અરજી કરવાની ઓનલાઇન વેબસાઇટ :
https://adijatinigam.gujarat.gov.in/home
0 ટિપ્પણીઓ