પ્રધાનમંત્રી વય વંદના યોજના :
વય વંદના યોજના ને તમે lic ની વેબસાઈટ પરથી ઓનલાઇન તથા તમારા નજીકના સેન્ટર પરથી પણ મેળવી શકો છો. આ યોજના અંતર્ગત હાલમાં 7.4% જેટલું વ્યાજ મળી રહ્યું છે. આ યોજનાનો લાસ્ટ તારીખ 31 માર્ચ 2023 જાહેર કરવામાં આવી છે.
રિટાયરમેન્ટ પહેલા દરેક વ્યક્તિ પોતાના પૈસાને સારી જગ્યા પર રોકાણ કરવા માગે છે કારણ કે રીટાયમેન્ટ બાદ સારું એવું વળતર મળી શકે અને સારી એવી લાઈફ સ્ટાઈલ બની શકે.
રિટાયરમેન્ટ પછી લોકોને દર મહિને પૈસાની ખાસ જરૂર પડતી હોય છે જેથી કરીને તેઓ પેન્શન યોજના લેવાનું ખૂબ જ પસંદ કરે છે. જેમાં એક વખત રોકાણ કરવાથી દર મહિને આવક મળે છે. આજ જરૂરિયાતને ધ્યાનમાં લઈને વરિષ્ઠ નાગરિકો માટે પ્રધાનમંત્રી દ્વારા ખૂબ જ મહત્વની યોજના 4 મે 2017 ના રોજ શરૂ કરવામાં આવી.
શું છે વય વંદના યોજના :
પ્રધાનમંત્રી વય વંદના યોજના વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી યોજના છે આ યોજના ચાર મે 2017 ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ તથા 60 વર્ષથી ઓછા વ્યક્તિ પણ 15 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. 60 વર્ષ સુધીમાં જો કોઈપણ વ્યક્તિ 15 લાખ સુધીનો રોકાણ કરે તો તેમને દર મહિને 9,250 જેટલી રકમ મળે છે.
વય વંદના યોજના માટે કેવી રીતે અરજી કરી શકાય :
ભય વંદના યોજના નો લાભ લેવા માટે તથા અરજી કરવા માટે lic ની વેબસાઈટ પર ઓનલાઇન માધ્યમથી તથા તમારા નજીકની lic બ્રાન્ચ ની વિઝીટ લઈને આ યોજના શરૂ કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલના સમયમાં 7.4 ટકા જેટલું વ્યાજ મળી રહેલ છે. પરંતુ આ યોજના માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જાહેર કરેલ છે. આ યોજનામાં તમે દર મહિને 1,000 થી 9,250 સુધીનું પેન્શન મેળવી શકો છો.
તમે તમારી જરૂરિયાત પ્રમાણે ટેન્શન યોજના નો પ્લાન લઈ શકો છો. દર મહિને અથવા ત્રણ મહિને કે છ મહિના માટે પ્લાન ખરીદી શકો છો.
મફત વીજળી યોજના, જાણવા માટે ક્લિક કરો
વય વંદના યોજના માટે લાયકાત :
- ઓછામાં ઓછી ઉંમર મર્યાદા : ૬૦ વર્ષ.
- વધુમાં વધુ ઉંમર : કોઈ સીમા નહીં.
- પોલીસી નો સમયગાળો : 10 વર્ષ
- ન્યુનતમ પેન્શન : 1000 દર મહિને, 3000 દર ત્રણ મહિને, 6 000 દર છ મહિને, 12,000 હજાર હજાર દર બાર મહિને.
- વધુમાં વધુ ટેન્શન 9,250 દર મહિને.
પ્રધાનમંત્રી વય વંદના યોજના માટે કર લાભ :
આ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારના કરનો લાભ મળતો નથી. આ યોજના એક પ્રકારના રોકાણની યોજના છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક વ્યક્તિ 31 માર્ચ 2023 સુધીમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિક 1000 થી 9,250 સુધીનું દર મહિને પેન્શન મેળવી શકે છે આ યોજના અંતર્ગત જીએસટી પર છૂટ મળે છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજનાની અરજી માટેના જરૂરી દસ્તાવેજો :
- ચૂંટણી કાર્ડ
- આધારકાર્ડ
- રાશનકાર્ડ
- પાસપોર્ટ ફોટો
- પાનકાર્ડ
- અન્ય જરૂરી દસ્તાવેજ
ગાય ભેંસ તબેલા માટે 4 લાખ સુધીની લોન
0 ટિપ્પણીઓ