આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રેશન કેવી રીતે કાઢી શકાય ?: Aayushman Card Online Registration Gujarat
![]() |
Pm aayushman card online registration |
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબોના કલ્યાણ માટે વર્ષ 2018 થી સ્વાસ્થ્ય દેખભાલ યોજના શરૂ કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજનામાં મુખ્ય બે યોજનાઓ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્ર તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે. પ્રધાનમંત્રી આયુષ્ય યોજના અંતર્ગત લાભ મેળવવા દરેક વ્યક્તિએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સમાપ્ત કરવી જરૂરી છે.
આયુષ્યમાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરનાર દરેક ઉમેદવાર માટે આ યોજનાના માધ્યમથી લગભગ 10 કરોડ ઉમેદવારોને પાંચ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમા કવર પ્રદાન કરવામાં આવશે. આ યોજના સાર્વજનિક હોસ્પિટલો ની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં કેસલેસ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રેશનની પૂરી પ્રક્રિયા આ લેખમાં આપેલ છે તેથી દરેક લોકોએ અંત સુધી આલેખ વાંચવો પડશે.
આયુષ્યમાન ભારત યોજના જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના નામથી પણ ઓળખવામાં આવે છે આ યોજનાનો પ્રારંભ મુખ્ય રૂપથી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ 2018 ના ભીમરાવ આંબેડકરના જન્મદિવસ પર શરૂઆત કરી હતી.
આ યોજના એક એવી યોજના છે જેના માધ્યમથી ગરીબી રેખા નીચે જીવન જીવતા તથા પછાત વર્ગના દરેક લોકોએ સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓ તથા તેવી સમસ્યાઓ દૂર કરવા માટે સ્વાસ્થ્ય વીમા કવર આપવામાં આવશે.
આયુષ્માન ભારત યોજના અંતર્ગત લગભગ દસ કરોડ ઉમેદવારોને પાંચ લાખ રૂપિયા સુધી સ્વાસ્થ્ય વીમા કવર આપવાનો લક્ષ રાખેલ છે. આ યોજનાના માધ્યમથી રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો માટે પાંચ લાખ સુધીના સ્વાસ્થ્ય વીમા આપવામાં આવશે. જેમાં 1350 બીમારીઓ માટે મફત ઈલાજની સુવિધા આપવામાં આવશે. આ યોજના 25 સપ્ટેમ્બર 2018 ના રોજ આખા દેશમાં છત્તીસગઢ રાજ્યના બીજાપુર જિલ્લા થી લાગુ કરવામાં આવી હતી. આયુષ્યમાન ભારત યોજના ના માધ્યમથી ગ્રામીણ તથા શહેરી વિસ્તારના આર્થિક રૂપથી કમજોર ઉમેદવારો માટે આ યોજનાનો લાભ આપવામાં આવશે.
દિકરીને મળશે 1 લાખ 43 હજાર સરકાર તરફથી : જાણો માહિતી
• પ્રધાનમંત્રી આયુષ્ય ભારત યોજના ના મુખ્ય હેતુઓ :
આ યોજના ના માધ્યમથી આ યોજના ગરીબ વરના દરેક ઉમેદવારો માટે ખૂબ જ મદદગાર સાબિત થશે. જે લોકો આર્થિક સમસ્યાઓના કારણે પોતાની બીમારીઓનો ઈલાજ કરાવી શકતા નથી. કારણ કે, આ યોજના ના માધ્યમથી દરેક ગરીબ વર્ગના ઉમેદવારોને પાંચ લાખ સુધીના વીમાની રકમ પૂરી પાડવામાં આવશે. જેમાં 1350 જેટલી બીમારીઓનો મફત ઈલાજ કરી આપવામાં આવશે.
આ યોજનાના માધ્યમથી દરેક ગરીબ વર્ગના ઉમેદવારોને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ ની મદદથી દરેક ઉમેદવારોને બીમારીના ઈલાજ પર થતા ખર્ચમાં રાહત મળશે. આ યોજના સરકારી તથા ખાનગી હોસ્પિટલો માટે સહાય આપશે.
• આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી દસ્તાવેજ :
આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજોની માહિતી નીચે આપવામાં આવી છે.
- જાતિ નો દાખલો
- આવકનો દાખલો
- જન્મ તારીખ નો દાખલો
- ફોન નંબર, એડ્રેસ, ઈમેલ આઇડી વગેરે...
- તમારા પરિવારની વર્તમાન પરિસ્થિતિ બતાવતા દસ્તાવેજ.
• આયુષ્યમાન ભારત યોજના ના લાભ તથા વિશેષતાઓ :
- આયુષ્યમાન ભારત યોજનાના માધ્યમથી આપણા દેશના 10 કરોડ ગરીબ પરિવારને આવરી લેવામાં આવશે.
- આયુષ્યમાન કાર્ડ યોજના ના લાભાર્થીઓને પાંચ લાખ સુધીના સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.
- આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો માટે દવા સારવાર જેવા તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે.
- આ યોજનાના માધ્યમથી દરેક ઉમેદવારોની લગભગ 1350 બીમારીઓના મફત ઇલાજ કરવામાં આવશે.
- જેની વિગત આ લેખમાં આપવામાં આવેલ છે.
- આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની રકમ આપવાની રહેશે નહીં.
- આ યોજનાનો લાભ મફતમાં આપવામાં આવશે.
ફ્રી ગેસ કનેક્શન યોજના જાણવા ક્લિક કરો
• આયુષ્યમાન યોજના અંતર્ગત આવવા વાળા રોગોના લિસ્ટ :
• પ્રોટીસ્ટ કેન્સર
• બાયપાસ સર્જરી
• ડબલ વાલ રિપ્લેસમેન્ટ
• tisu એક્સપેન્ડર
• ઇન્ટિરિયર સ્પાઇન ફિક્સસેસન
• પુલમોનરી વાલ રિપ્લેસમેન્ટ
• ઘૂંટણ બદલવા.... વગેરે
• આયુષ્યમાન કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય?
• આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://pmjay.gov.in પર જવાનું રહેશે.
• જો તમે આ યોજના માટે યોગ્યતા ધરાવવો છો તો તમારું નામ આ વેબસાઈટ પર જમણી બાજુ દેખાશે.
• દરેક ઉમેદવાર અરજી પત્રક ભરી આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન વિકલ્પ સાથે આગળ વધે.
• આ લેખમાં જણાવવામાં આવેલ દરેક દસ્તાવેજો ને ફોટો કોપી અપલોડ કરવાની રહેશે.
• દરેક ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજ ની સાથે અરજી ફોર્મ આપવાનું રહેશે.
• આ ઉમેદવારો માટે અરજી ફોર્મ દ્વારા સંબંધિત જાણકારીઓ પર પ્રક્રિયા કરવામાં આવશે.
• આવેદન પત્રક સ્વીકારવામાં આવ્યા આપવા ઉમેદવારો માટે પીડીએફ ના ફોર્મ માં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે.
દિકરીને મળશે 1 લાખ 43 હજાર સરકાર તરફથી : જાણો માહિતી
0 ટિપ્પણીઓ