એક્ટર કેવી રીતે બની શકાય ?
દરેક લોકો નાનપણથી જ ફિલ્મો અને ટીવી સિરિયલો જોતા આવે છે. ઘણા લોકોને જ્ઞાન પણ થી જ એવો શોખ હોય છે. કે હું પણ મોટો થઈને અભિનય કરું અને અભિનેતા બનો અભિનેતા બનવા માટે શું કરવું જોઈએ. અને કેવી રીતે અભિનેતા બનવાની આપણે શરૂઆત કરી શકીએ. તે વિશેની તમામ વિગતવાર માહિતીની ચર્ચા આપણે આ લેખમાં કરીશું.
એક એવો સમય હતો કે જ્યારે લોકોને અભિનેતા બનવા માટે મુંબઈ શહેરમાં જવું પડતું હતું એ માટે જ મુંબઈને એક માયા નગરીનો નામ મળેલું છે કહેવાય છે કે મુંબઈ એક સપનાઓનું શહેર હતું પરંતુ હાલના સમયમાં સમય ખૂબ જ બદલાઈ ગયો છે.
• એક્ટર બનવા માટે કેટલા અભ્યાસની જરૂર છે?
એક્ટર અથવા તો કોઈ પણ વ્યવસાય સાથે જોડાવા માટે અત્યારે શિક્ષણ ખૂબ જ જરૂરી છે શિક્ષણ એક એવું હથિયાર છે કે જે તમને જિંદગીમાં આગળ આવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે એક્ટર ભણવા માટે આમ શિક્ષણની કોઈ યોગ્ય પાત્રતા નક્કી કરવામાં નથી આવી પરંતુ તમે જેટલું વધારે શિક્ષણ મેળવ્યું હશે તેટલું જ આ કરિયરમાં સહેલાઈ રહેશે અને કરિયરમાં આગળ વધવું આસાન રહેશે.
કારણકે હાલના સમયમાં ટેકનોલોજી નો જમાનો છે સોશિયલ મીડિયાનો યુગ છે આ યુગ ની અંદર શિક્ષણ એક ખૂબ જ મહત્વની ભાગ ભજવે છે જેથી જો તમે સ્કૂલ કે કોલેજમાં હોવ તો તમે સૌ પ્રથમ તમારો અભ્યાસ પૂર્ણ કરો અને ત્યારબાદ અભિનેતા બનવાની શરૂઆત કરી શકો છો.
• એક્ટર કેવી રીતે બની શકાય?
થિયેટર સાથે જોડાવું : કોઈપણ કામ સાથે જોડાતા પહેલા તે કામ શીખવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે એ કામ વિશે જેટલું નોલેજ તથા અનુભવ હોય તેટલો જ એ કામ તમે સારી રીતે કરી શકો છો. તેથી જો તમારો શોખ એક્ટિંગ પ્રત્યેનો હોય તો નજીકમાં આવેલ નાટ્ય થિયેટર માં તમે જોઈન થઇ શકો છો. અને ત્યાંથી મૂળ રૂપથી એક્ટિંગ શીખવાની શરૂઆત કરી શકો છો જે તમને આગળ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે.
સોશિયલ મીડિયાનો સહારો :
એક એવો સમય હતો કે જ્યારે લોકોને અભિનેતા બનવા માટે મુંબઈ શહેરમાં જવું પડતું હતું એ માટે જ મુંબઈને એક માયા નગરીનો નામ મળેલું છે કહેવાય છે કે મુંબઈ એક સપનાઓનું શહેર હતું પરંતુ હાલના સમયમાં સમય ખૂબ જ બદલાઈ ગયો છે.
સમગ્ર દુનિયા આજે તમારા હાથમાં આવી ગઈ છે માત્ર મોબાઇલથી જ તમે તમારો એક્ટિંગનો જાદું દુનિયા સમક્ષ બતાવી શકો છો.
મોબાઈલ વડે તમે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી શકો છો અને જ્યાં દુનિયાના દરેક વ્યક્તિ સુધી આસાનીથી પહોંચી શકો છો તે પણ આજના સમયમાં ખૂબ જ ઉપયોગી છે.
એટલે સૌ પ્રથમ તમારે એક્ટિંગ શીખવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ તમારા મિત્રોનું એક ગ્રુપ બનાવીને વિડીયો બનાવવાની શરૂઆત કરી શકો છો.
મુંબઈમાં ઓડિશન આપીને :
જો તમને વિડીયો બનાવવાની સુવિધા ન મળી શકે તેમ હોય તો તમે સારી રીતે એક્ટિંગ શીખી સમજી ને મુંબઈની રાહ પકડી શકો છો. મુંબઈમાં ફિલ્મો તથા સિરિયલો જેવા શૂટિંગ થતા હોય છે તેથી તમને ત્યાં સહેલાઈથી કામ મળી શકે છે.
મુંબઈ ગયા પછી જે પણ ફિલ્મ સ્ટુડિયોમાં એક્ટર માટે ઓડિશન ની જાહેરાત હોય ત્યાં જઈને તમારે ઓડિશન આપવાનો રહેશે જો તમારું એક્ટિંગ એ લોકોને યોગ્ય લાગે તો એ કેરેક્ટર માટે તમારી પસંદગી કરી શકે છે.
પરંતુ આ એક ખૂબ જ લાંબા સમય સુધીનો સંઘર્ષ છે. ઘણા વર્ષો વીતી જાય છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો આ ક્ષેત્રોમાં સફળ થઈ શકે છે.
• એક્ટિંગ સિવાય મહત્વની બાબત :
હવે એક્ટર બન્યા પછી બધું સહેલું છે પરંતુ દરેક ક્ષેત્રની જેમ આ ક્ષેત્ર પણ સહેલું નથી તેથી લોકોએ પ્લાન બી પણ રાખવો જરૂરી છે. ઘણા એવા લોકો હોય છે કે જેમને ઘણો બધો સંઘર્ષ કર્યો હોવા છતાં ઘણી બધી મહેનત કરી હોવા છતાં તેમણે ધારી સફળતા મળતી નથી. અંતે તેઓ હારી જાય છે અને પોતાના વતન પાછું ફરવું પડતું હોય છે. તેથી તમારે પ્લાન બી રાખવો ખૂબ જ જરૂરી છે જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહી શકે છે.
એક્ટિંગ એક ખૂબ જ અતરંગી દુનિયા છે જ્યાં તમને ઘણા લોકો મળશે ઘણા અનુભવો થશે. જેથી તમારે પોતાના પર ખૂબ જ સંયોગ જાળવી રાખવો પડશે. કારણ કે જ્યાં સુધી તમારું કામ સારું હશે ત્યાં સુધી જ લોકો તમને કામ આપશે અને પૈસા પણ આપશે. જ્યારે તમારું કામ ખરાબ થવા લાગશે ત્યારે તમને કોઈ પૂછશે પણ નહીં. તેથી આ કરિયર ખૂબ જ ઉતાર ચઢાવવાનું છે. તેથી ખૂબ જ સમજદારની જરૂર હોય છે.
• એક્ટરને કેટલી સેલેરી મળે છે ?
એક્ટિંગ એક એવું કર્યો છે જ્યાં તમે સફળ થઈ જાવ તો તમારે પૈસાની કોઈપણ ચિંતા રહેતી નથી. અહીં દરેક મહિનાની અંતે જે રીતે સેલેરી મળે તે રીતની સુવિધા હોતી નથી.
પરંતુ તમને તમારા કામ પ્રમાણે મહેનતાણું મળે છે નાના-મોટા એક્ટર હોય તો દિવસના 10 થી 15 હજાર રૂપિયા પણ મળતા હોય છે. જ્યારે ખૂબ જ પ્રખ્યાત એક્ટર હોય તેમને એક ફિલ્મ માટેના 10 થી 15 કરોડ કે તેથી વધુ રકમ પણ મળતી હોય છે. તે સાથે સાથે આજના સમયની અંદર સોશિયલ મીડિયા જેવા માધ્યમથી પણ અને બ્રાન્ડ પ્રમોશનના માધ્યમથી પણ અભિનેતાઓ કરોડોમાં કમાણી કરી શકે છે. જે માટે તમારે સૌ પ્રથમ તમારા એક્ટિંગ પર વધુ ફોકસ કરવાની જરૂર રહેશે.
• FAQ એક્ટિંગ વિશે :
1. શું એક્ટિંગ શીખવા માટે મારે થિયેટરમાં જોડાવું જરૂરી છે?
જવાબ : એક્ટિંગ શીખવા માટે ફરજિયાત પણે કોઈપણ થિયેટર કે કોઈપણ એક્ટિંગ સ્કૂલ જોઈન કરવી જરૂરી નથી તમે તમારા કલા પર આધારિત રહી શકો છો જો તમને એક્ટિંગ યોગ્ય રીતે આવડતી હોય તો તમારે જોઈન થવું જરૂરી નથી પણ જો શીખવાની જરૂર હોય તો જરૂરથી શીખવી જોઈએ.
2. એક્ટર બન્યા પછી ક્યાં ક્યાં કામ કરી શકાય છે?
જવાબ: એક્ટર બન્યા પછી તમે ફિલ્મો, સીરિયલો, સિરીઝ મ્યુઝિક વીડિયો તથા એડવર્ટાઇઝમેન્ટ જેવા દરેક કાર્યોમાં જોડાઈ શકો છો.
નિષ્કર્ષ :
એક્ટિંગ એ એક પ્રકારની કલા છે. એક્ટર બનવા માટે એક કલાક ખૂબ જ જરૂરી છે્ જો આ કલા તમે સારી રીતે ધરાવતા હોવ તો જ તમે એક્ટિંગ માટે પ્રયત્ન ચોક્કસથી કરી શકો છો.
પરંતુ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અભિનેતા ને ફોલો કરીને એક્ટિંગ માટે ટ્રાય કરશો તો થોડા જ સમય પછી હારી જશો. કારણ કે આ ક્ષેત્ર ખૂબ જ સ્પર્ધાત્મક છે તથા તમારું કામ ખૂબ જ મહત્વનું હોય છે.
જેથી તમને તમારા કામ પર ખૂબ જ વિશ્વાસ હોવો જરૂરી છે અને તમારી સારી એવી આવડત હોય પણ ખૂબ જ જરૂરી છે આ એક એવું ક્ષેત્ર છે જ્યાં તમારી સફળતા માટેનો કોઈપણ ચોક્કસ સમયગાળો હોતો નથી.
બોલીવુડના ઘણા બધા એવા એક્ટર્સ છે, કે જેમને સફળ થવામાં કેટલાય વર્ષો વીતી ગયા છે. જે પૈકી અમુક લોકો જ સારી રીતે સફળ થઈ શક્યા છે. બાકીના કેટલા પણ હજારો લોકો હશે જેમના વિશે આપણને માહિતી પણ નથી.
જે લોકો આ જ સમય સુધી અને જિંદગી ભર સંઘર્ષ કરતા રહે છે. તેથી આ ક્ષેત્રમાં આવતા પહેલા દરેક વસ્તુ જાણી જોઈને આવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે સમય ભેળફાયા પછી એ સમય પાછો આવવાનો નથી.
સરકાર આપશે 5 લાખ સુધીનો સારવાર ખર્ચ, અરજી કરવા ક્લિક કરો
0 ટિપ્પણીઓ