પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના | yuva rojgar Yojana Gujarat

પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના yuva rojgar Yojana Gujarat


દોસ્તો ભારત સરકાર દ્વારા ઘણી બધી ખૂબ જ ઉપયોગી યોજનાઓ જાહેર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી દ્વારા લોકોને ફાયદાકારક હોય તેવી ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવે છે.

તમામ યોજનાઓ પૈકી આજની પણ આ યોજના જે પણ લોકો નાના પાયે ઉદ્યોગ ધંધા શરૂ કરવા માંગે છે. એમના માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. તથા ઉદ્યોગ ધંધો શરૂ કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના પણ આ પ્રકારની જ ખૂબ જ મહત્વની યોજના છે. તે વિશેની તમામ માહિતી આપણે આ લેખમાં આજે મેળવીશું.

યુવાનો માટે ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે યુવા રોજગાર યોજના :

ભારત દેશમાં ઘણા બધા એવા યુવાન લોકો છે જે પોતે પોતાનો ખુદનો ધંધો શરૂ કરવા માંગે છે. પરંતુ આ ધંધો શરૂ કરવા માટે એમની પાસે યોજના તો હોય છે. તથા વિચાર પણ હોય છે. પરંતુ નાણાકીય રકમ તેમની પાસે હોતી નથી. ઘણા એવા લોકો છે, જે ધંધા શરૂ કરવા માટેના અનુભવી પણ છે, તેમની પાસે ઉદ્યોગ શરૂ કરવા માટેની આવડત પણ છે પરંતુ પૈસાના અભાવના લીધે તેઓ આ ઉદ્યોગ ધંધા શરૂ કરી શકતા નથી. અને તેમના આ સપનાઓ કાયમ માટે માત્ર સપના જ બની રહે છે. આ માટે ભારત સરકાર દ્વારા ખૂબ જ મહત્વની યોજના એટલે કે યુવા રોજગાર યોજના.

આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના ની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી નાણાકીય સહાય પ્રકારના તમામ પ્રશ્નોને દૂર કરી શકાય. આ યોજનાનો લાભ લેવા માટે તમે કેવી રીતે ઓનલાઇન અરજી કરી શકો છો તેની માહિતી જાણીએ.

યોજનાનું નામ : પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના

કોના દ્વારા શરૂ કરવામાં આવી છે : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા.

યોજનાનો હેતુ : દેશમાં વધી રહેલી બેરોજગારીને ઓછો કરવાનો તથા જે લોકો પાસે રોજગાર મેળવવા માટે કોઈ સાધન નથી તે લોકોને સહાય પૂરી પાડવાનો.

રાજ્ય : દેશના દરેક રાજ્યોમાં આ યોજના લાગુ પડે છે.

પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના નો લાભ કોણ કોણ લઈ શકે છે? :
જે કોઈ પણ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે તે લોકો સરકાર પાસેથી આ યોજનાનો લાભ લઈ શકે છે.

નાણાકીય સહાય :
કેન્દ્ર સરકાર દ્વારા ઈચ્છા ધરાવતા ઉમેદવારોને નાણાકીય રૂપથી મદદ કરવામાં આવશે જે લોન ખૂબ જ ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

• પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના હેઠળ લાભ મેળવવા માટેની યોગ્યતા :

• આ યોજનાની લાભ લેવા માટે અરજી કરવા અરજદારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તથા મહિલાઓ, વિકલાંગો, એસસી એસટી કેટેગરીના યુવાનો તથા ભૂતપૂર્વ સૈનિકો માટે ઉંમર 10 વર્ષ વધારવામાં આવી છે.
• યુવા રોજગાર યોજનાનો લાભ લેતા અરજુદારની આવક 40,000 થી વધુ હોવી જોઈએ નહીં.
• અરજદાર એ કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત વ્યાપારિક સંસ્થામાંથી ઓછામાં ઓછા છ મહિના સુધીનું શિક્ષણ લીધેલ હોવું અનિવાર્ય છે.
• અરજદારે જે ક્ષેત્રમાં યોજના માટે અરજી કરેલ છે તે ક્ષેત્રમાં તે ત્રણ વર્ષ સુધી નિવાસી હોવો જોઈએ.
• પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના અંતર્ગત શિક્ષણ યોગ્યતા ઓછામાં ઓછા ધોરણ આઠ પાસ અનિવાર્ય છે. તથા અરજદાર કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ડિફોલ્ટર હોવો જોઈએ નહીં.

આપેલ જણાવેલ તમામ યોગ્યતા ધરાવતા ઉમેદવાર પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

• પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના માટે અરજી કેવી રીતે કરી શકાય ?

• સૌપ્રથમ અરજી કરવા માટે અધિકારી વેબસાઈટ https://pmrpy.gov.in પર જાવ.
• આ વેબસાઈટ પર તમને એક ફોર્મ જોવા મળશે જેને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.
• ફોર્મ માં પૂછી ગયેલી દરેક જાણકારી તમારે સચોટ આપવાની રહેશે.
• ફોર્મને આ યોજના સાથે સંકળાયેલ કોઈ પણ બેંકમાં જમા કરાવવાનું રહેશે.

• પ્રધાનમંત્રી યુવા રોજગાર યોજના નો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ :

• આધારકાર્ડ
• આવકનો દાખલો
• જાતિનો દાખલો
• ચૂંટણી કાર્ડ
• શરૂ કરવામાં આવી રહેલ ધંધાની માહિતી
• મોબાઈલ નંબર
• પાસપોર્ટ ફોટો

Official Website : અહીં ક્લિક કરો

Our Website :અહીં ક્લિક કરો

ફ્રી ગેસ કનેક્શન કેવી રીતે મેળવી શકાય 

આયુષ્યમાન કાર્ડ યોજના, સરકાર આપશે 5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ