કોરોનાનો કેવો કહેર છે, જાણો ચીનની હાલત!

 કોરોનાથી દુનિયામાં ખતરો શું છે ચીનની હાલત જાણો વિગતો !


કોરોના નું કહેર સમગ્ર દુનિયાએ 2020 તથા 2021 માં જોઈ ચૂકેલ છે. પરંતુ 2023 આવ્યા છતાં કોરોના હજુ સુધી નાબૂદ થવાનો નામ પણ નથી લઈ રહ્યો 2022 નું વર્ષ દરેક દેશ માટે કોરોનાથી થોડું દૂર રહ્યું. પરંતુ 2022 ના અંતમાં ચીનમાં કોરોના ફેલાયો હોવાની વિગતો બહાર આવવા લાગે તથા અન્ય દેશોમાં પણ કોરોનાના નવા વેરીએન્ટોએ પ્રવેશ શરૂ કર્યો. આ વચ્ચે ચીનમાં સૌથી વધુ માત્રામાં કોરોનાના કેસ આવી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યો છે.

સમાચાર અનુસાર ચીનમાં એક વિસ્તાર આવેલો છે જેનું નામ છે હેનાન. આ હેનાન પ્રાંતમાં 89% થી પણ વધુ લોકો કોરોનાથી અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે. સમગ્ર હેનાન પ્રાંતમાં લગભગ 10 કરોડ જેટલી વસ્તી ધરાવતો વિસ્તાર છે. જે પૈકી 9 કરોડ આસપાસ લોકો કોરોનાથી અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે કહેવાય છે. કે ચીનમાં આ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે.
છે. પરિસ્થિતિ એટલી વિકટ થઈ ચૂકી છે. કે લોકોને હોસ્પિટલમાં જગ્યા પણ મળી રહી નથી. અમુક વીડિયો પરથી એવા દાવા કરવામાં આવ્યા છે કે હેનાન પ્રાંતમાં હોસ્પિટલોના અભાવે લોકોએ રસ્તા પર બેસીને સારવાર લઈ રહ્યા છે. ચીનમાં આ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.

બીજી તરફ દુનિયાના અન્ય દેશોએ પણ કોરોના સામે સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરી છે. ચીનથી આવતા તમામ પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તથા દરેક લોકોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવી અને અમુક સમય સુધી ક્વોરેન્ટ થવું જરૂરી ફરજિયાત કર્યું છે. જાપાન દ્વારા પણ કોરોના કિસ્સાડાની સંભાવના દેખાતા ચીનથી આવતા પ્રવાસીઓનો ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

ભારતમાં પણ અમુક માત્રામાં કોરોના ના કિસ આવી રહ્યા છે. પરંતુ ભારત સરકાર દ્વારા અગાઉથી મહત્વના પગલાં લેવામાં આવ્યા છે.

ચીનથી આવતા પ્રવાસીઓ સામે અનેક દેશોએ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. જેમાં સ્વીડન મલેશિયા કતાર બેલ્જિયમ ઓસ્ટ્રેલિયા કેનેડા મોરોક્કો ફ્રાન્સ બ્રિટન અમેરિકા જાપાન ભારત ઇટાલી સહિતના 17 દેશોએ ચીનથી આવનાર પ્રવાસીઓ સામે પ્રતિબંધ લાગુ કર્યો છે. આ દેશોમાં પ્રવેશથી વખતે ચીનથી આવનાર પ્રવાસીઓએ ફરજિયાત પણે કોરોનાનો નેગેટીવ રીપોર્ટ બતાવવો પડશે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ