200 વર્ષથી આ ગામમાં હોળી રમવામાં આવી નથી, હોળીના રંગથી પણ લોકો ડરે છે.
આપણા દેશમાં અનેક તહેવારો પૈકી હોળીનો તહેવાર પણ ખૂબ જ મહત્વનો છે. પરંતુ હાલમાં એવું પણ એક ગામ છે. કે જ્યાં છેલ્લા 200 વર્ષથી હોળીનો રંગ પણ ઉડાડવામાં આવ્યો નથી. વાત કરી રહ્યા છીએ આપણે બિહારના મોંઘેર જિલ્લાના એક ગામની કે જ્યાં લોકો હોળી રમવાથી પણ ડરે છે. ગામમાં કોઈ પણ હોળીનો તહેવાર ઉજવતું નથી. આ પરંપરા છેલ્લા 200 વર્ષથી ચાલતી આવે છે. આ ગામનું નામ છે. તારાપુર આ ગામમાં એક કહાની પણ છે જે આ વસ્તુ પ્રત્યે જવાબદાર છે. આ ગામની વસ્તી લગભગ 1500 ની આસપાસ છે. હોળીને આવતા જ આ ગામના લોકો સાવધાન થઈ જાય છે. હોળીના દિવસે આ ગામના લોકો ન તો એકબીજા પર રંગ ઉડાડે છે. અને ના હોળી ઉજવે છે હોળીના દિવસે બનતા પકવાન પણ આ લોકો બનાવતા નથી.
શું છે હોળી ન ઉજવવા પાછળનું કારણ :
ગામના લોકો ના જણાવ્યા પ્રમાણે એકદંત કથા ખૂબ જ પ્રચલિત છે. ગામમાં એક પતિ અને પત્ની રહેતા હતા. અને હોળીના દિવસે જ તેના પતિની મૃત્યુ થઈ જાય છે. તો ગામના લોકો પતિના શરીરના અગ્નિસંસ્કાર માટે સમસાન તરફ લઈ જઈ રહ્યા હોય છે. પરંતુ સૌ અર્થી પરથી વારંવાર નીચે પડી જતું હોય છેસ જ્યારે તેની પત્નીને ઘરના દરવાજાની બંધ કરી અંદર રાખેલ હોય છે. ગામના લોકોએ જ્યારે પત્નીને દરવાજો ખોલી બહાર નીકાળી ત્યારે તે પત્ની દોડીને તેની તેના પતિને અડધી પાસે પહોંચી જાય છે. અને કહે છે કે હું પણ મારા પતિ સાથે સતી થવા માગું છું આ વાત સાંભળીને જ ગામના લોકો ચિતાને તૈયાર કરે છે. અને સમસાન તરફ લઈ જવાની તૈયારીઓ કરે છે ત્યારે અચાનક જ પત્નીના હાથમાંથી સૌથી નાની આંગળી માંથી આગ નીકળે છે અને આ આગથી પતિ અને પત્ની બંને અગ્નિદા થઈ જાય છે. બાદમાં ગામના સહયોગથી આ સ્થળ પર મંદિરનું નિર્માણ પણ કરવામાં આવે છે. અને લોકો પૂજા કરવા લાગે છે ત્યારથી કરીને આ પરંપરા ચાલી રહી છે. તેથી તે દિવસે એટલે કે હોળીના દિવસે લોકો હોળી મનાવતા નથી.
હોળી મનાવનાર લોકો સાથે નુકસાનકારક ઘટનાઓ ઘટે છે.
ગામના લોકો અનુસાર કોઈપણ એ ચોરી છુપે હોળી મનાવવાની કોશિશ કરી તો તેને ત્યાં કંઈક ને કંઈક ખોટું થતું હોય છે. આ કારણ ના લીધે અહીંના લોકો હોળી ઉજવતા નથી સાથે સાથે આ ગામના આ ગામના લોકો જ્યારે ગામ છોડીને બહાર શહેરમાં પણ જાય છે. ત્યાં પણ આ લોકો હોળી ઉજવતા નથી. આ પરંપરાનું સૌ કડકાઇથી પાલન કરે છે. અમુક લોકોએ એ પણ જણાવ્યું છે કે આ ગામનું નામ સતી ગામ રાખ્યું એટલા માટે છે.
0 ટિપ્પણીઓ