હોળી 2023 ક્યારે મનાવવામાં આવશે, જાણો હોળી પ્રગટાવવાનો સમય.
ભારત એક અદભુત સંસ્કૃતિ ધરાવતો દેશ છે દરેક ધર્મના લોકો હળી મળીને રહેતા હોય છે. અહીં દરેક તહેવાર ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. એ જ રીતે ફાગણ મહિનામાં આવતો હોળીનો તહેવાર જે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ જ દિવસે હોળી પ્રગટાવવામાં પણ આવે છે. આ કારણથી નવા વર્ષની શરૂઆતથી જ લોકો હોળી અને ધૂળેટીની રાહ જોતા હોય છે. આ દિવસને ખરાબ અને સારી જીતના રૂપમાં મનાવવામાં આવતો હોય છે. હોળી એ તહેવારો માંથી એક છે જે દરેક ધાર્મિક ભેદભાવો વગર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈચારા અને સમાનતા માટેનો એક સંદેશ આપે છે. હોળી પ્રગટાવવા નું મહત્વ પણ ખૂબ જ વિશેષ છે. હોલી પ્રગટાવવા ના દિવસે લોકો વિધિ વિધાનથી પૂજા પણ કરે છે. એવી પણ માન્યતા છે કે હોળી પ્રગટાવવાના દિવસે પૂજા કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થાય છે. તો આવીએ જાણીએ કે આ વર્ષે એટલે કે 2023 માં હોળી પ્રગટાવવાનો સમય કયો છે.
હોળી પ્રગટાવવાનું મુહૂર્ત 2023 :
પૂર્ણિમા તિથિનો આરંભ 6 માર્ચ 2023 સોમવાર સાંજે 4.17 મિનિટે
પૂર્ણિમા તિથિ ની સમાપ્તિ 7 માર્ચ મંગળવાર સાંજે 6:09 મિનિટે
હોળી પ્રગટાવવાનો સમય :
7 માર્ચ 2023 મંગળવાર સાંજે 6:31 મિનિટે થી રાત્રે 8 અને 58 મિનિટ સુધી.
કુલ સમયગાળો : 2 કલાક અને 27 મિનિટ.
0 ટિપ્પણીઓ