આવી રહી છે હોન્ડાની સૌથી સસ્તી બાઈક, કિંમત હશે માત્ર આટલા રૂપિયા છે!
હોન્ડા દ્વારા ફરીથી એકવાર પોતાની એક નવી બાઈક લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બાઈક નો ખર્ચો બહુ જ ઓછો હશે અને ચર્ચા વધારે હશે એવું પણ જાણવા મળી રહ્યું છે. કે આ બાઈક બજારમાં હીરો સ્પ્લેન્ડર ને પણ ટક્કર આપી શકે છે.
હોન્ડા મોટરસાયકલ સ્કૂટર ઇન્ડિયા અગામી દિવસોમાં એટલે કે 15 માર્ચના રોજ પોતાની નવી બાઈક લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ પહેલેથી જ 100 સીસી સેગમેન્ટમાં નવી બાઈક લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ જ કંપની દ્વારા આ બાઈક નો એક ટીઝર વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બાઈકની ડિઝાઇન ની એક હલકી ઝલક પણ બતાવવામાં આવી છે.
એ પણ જાણવા મળી રહ્યું છે, કે આ બાઈક જ્યારે બજારમાં આવશે ત્યારે સીધી ટક્કર હીરો સ્પ્લેન્ડરને જ દેશે. હોન્ડા દ્વારા જાહેર કરવામાં આવેલ ટીઝર વીડિયોમાં બોલીવુડના પ્રખ્યાત અભિનેતા નજર આવ્યા હતા જે બાઈક આવવાની જાહેરાત કરતા હતા. જેમાં કંપનીની ડીલક્ષ ડ્રીમ સૌથી સસ્તી બાઇક છે, તેથી બજારમાં સસ્તી બાઇક આવતી હોવાની સંભાવના મળી રહી છે. 100 સીસી સેગમેન્ટ આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેથી આ સ્ટેટમેન્ટમાં હીરો સ્પ્લેન્ડર ને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. એ પણ જાણવા મળી રહ્યું છે કે હોન્ડાની આવવાવાળી બાઈક મુખ્ય રૂપથી સ્પ્લેન્ડર પ્લસને જ ટક્કર આપશે honda ની બીજી બાઈકો પર નજર નાખીએ તો આ સેગમેન્ટમાં સીડી 110 ડીલક્ષ એસપી 125 અને સાઇન જેવા મોડલ પણ ઉપલબ્ધ છે. પરંતુ આ એક એવું સેગમેન્ટ છે. જેના ગ્રાહકો દેશમાં સૌથી વધુ ઉપલબ્ધ છે.
હાલના સીડી ડીલક્ષ મોડલ માં 190.૫૧ સી સી ની ક્ષમતા નું એન્જિન હોય છે જે 8.7 બીએચપી ની પાવર ક્ષમતા અને 9.3 એન એમ ના ટોર્ક જનરેટર કરે છે. સંભવ છે કે કંપની આ એન્જિન નો ઉપયોગ પોતાના નવા બાઈકમાં પણ કરી શકે છે. મોટેભાગે આ બાઈક 60 થી 65 કિલોમીટરની એવરેજ આપશે. પરંતુ બાઈકની એવરેજ મોટે ભાગે રોડની કન્ડિશન અને ડ્રાઇવિંગ પર પણ નિર્ભર કરે છે. તેથી honda ની આ બાઇકની એવરેજ વધારે હશે અને કિંમત ઓછી હોઈ શકે છે.
0 ટિપ્પણીઓ