ઉનાળામાં આ ટિપ્સથી એ.સી, ફ્રીજ, પંખા ફેરવવા છતાં આવશે ઝીરો રૂપિયા બીલ!!

 ઉનાળામાં આ ટિપ્સથી એ.સી, ફ્રીજ, પંખા ફેરવવા છતાં આવશે ઝીરો રૂપિયા બીલ!!


નમસ્કાર, ઉનાળો આવતા જ દરેકના ઘરમાં એ.સી, પંખા તથા ફ્રીજ નો વપરાશ વધી જતો હોય છે. જેના કારણે સરેરાશ શિયાળામાં આવતા લાઈટ બિલ કરતા ઉનાળામાં લાઈટ બિલનો અનેક ઘણો વધારો થઈ જતો હોય છે. જે માટે દરેક લોકોએ વધારે રકમ ચૂકવવી પડતી હોય છે. આજના આ લેખમાં આપણે એ સુપર ટીપ્સ વિશે જાણીશું કે કેવી રીતે ઉનાળાના સમયમાં એસી ફ્રીજ પંખા વાપરવા છતાં માત્ર ને માત્ર ઓછામાં ઓછું અથવા તો નહિવત ખર્ચ લાઈટ પાછળ કરવું પડે તેવું કેવી રીતે કરી શકાય.

દરેક લોકોને આ બાબતો જાણીને એવું લાગશે કે આ વસ્તુ ખોટી હશે. અથવા તો ગેરકાયદેસર હશે પરંતુ, મિત્રો આ વસ્તુ એકદમ સાચી છે અને એકદમ કાયદેસર છે. મહત્વની બાબત તો એ છે, કે આ ઝીરો રૂપિયા લાવવા માટે તમને સરકાર ખુદ સહાયરૂપ થશે.

કેવી રીતે ઉનાળામાં એસી ફ્રીજ પંખા વાપરવા છતાં ઝીરો રૂપિયા લાઈટ બિલ આવશે.

અત્યારના આધુનિક સમયમાં ટેકનોલોજી ખૂબ જ પ્રગતિ કરી છે જેનાથી વીજળી ઉત્પન્ન કરવાની બજારમાં ઘણી બધી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. છેલ્લા ઘણા સમયથી સોલરથી બનતી વીજળી ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. અને તે ઉત્પન્ન કરવા માટે પણ તેનો ખર્ચ ખૂબ જ નહિવત છે.

દોસ્તો તમે પણ ખૂબ જ નહિવત ખર્ચ રૂપે તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન કરી શકો છો. અને તમારા ઘરની જરૂરિયાત પૂરતી વીજળી વપરાશ પણ કરી શકો છો. હાલના સમયમાં સરકાર દ્વારા પણ ખાસ પ્રકારની સબસીડી આપવામાં આવતી હોય છે જેનો લાભ પણ તમે લઈ શકો છો.

સોનલ પેનલ લગાવવા માટે સબસીડી લેવા માટે ઓનલાઇન પોર્ટલ પર તમે નોંધણી કરાવી શકો છો. અને ત્યારબાદ તમારા ઘર પર ટૂંક જ સમયમાં આ સુવિધા ગોઠવી શકો છો.

સોલર પેનલ ની મદદથી ઉત્પન્ન થયેલી વીજળીનો બેટરી ની મદદથી સંગ્રહ કરવામાં આવે છે. જે વીજળી રાતના સમયે ઉપયોગી લઇ શકાય છે. તેમ જ બેટરીમાં સંગ્રહાયેલી વીજળી અગાઉ ઘણા સમય સુધી પણ ઉપયોગમાં લઈ શકાય છે. જે તમારા ઘરમાં એસી ફ્રીજ ટીવી પંખા ટ્યુબલાઈટ તથા દરેક ઉપયોગી કામમાં પણ ઉપયોગી થશે.

સોલર થી સોલર થી વીજળીના ઉત્પાદનનું છેલ્લા દાયકામાં ઘણો જ વપરાશ વધી રહ્યો છે. કારણ કે તેનું ઉત્પાદન સરળ અને નહિવત ખર્ચ વાળું છે.

સોલર થી થતા લાભ.

સોલર પેનલ ગોઠવવા માટે તમારે માત્ર એક વખત જ ખર્ચ કરવાનો હોય છે. જેમાં પણ મોટાભાગની સહાય તો સરકાર આપે છે. ત્યારબાદ દસ વર્ષ સુધી તો તેની બેટરી બદલવાની પણ જરૂર પડતી નથી અને અગામી 25 વર્ષ સુધી લગભગ તમને વીજળી સારી રીતે પૂરી પાડે છે.

એકવાર સોલર પેનલ સેટ અપ કર્યા બાદ તમારે ફરીથી કંઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેતો નથી. તથા દર મહિને લાઈટ બિલ ની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી જાય છે.

તમારા વપરાશ કરતા વધારે વીજળીનું ઉત્પાદન થતું હોય તો તમે તે વીજળીને નજીકની વીજળી મથક પર પણ વહેંચી શકો છો. અને ઘેર બેઠા કમાઈ પણ કરી શકો છો.

આવી રીતે સોલર પેનલના અનેક લાભ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ