150 વર્ષ પહેલા લીધેલા 60 રૂપિયા, માતાજીએ ચોથી પેઢી પાસેથી ચાંદીના 60 સિક્કા પાછા લાવ્યા!

 150 વર્ષ પહેલા લીધેલા 60 રૂપિયા માતાજીએ ચોથી પેઢી પાસેથી ચાંદીના ૬૦ સિક્કા પાછા લાવ્યા!

ભારત દેશ શ્રદ્ધા અને સંસ્કૃતિમાં માન્યતા ધરાવતો દેશ છે ભારત દેશમાં દેવી અને દેવતાઓ પર અખૂટ શ્રદ્ધા રાખવામાં આવે છે. અને ઘણા બધા અંશે દેવી શક્તિઓ કામ પણ કરે છે.

આજના લેખમાં મિત્રો વાત કરીએ એક સાચી ઘટનાની. સીમલામાં આવેલું એક ગામ કે જ્યાં બે કુટુંબી ભાઈઓ વચ્ચે ૬૦ રૂપિયા ને લેવડ દેવડ થાય છે. અને તેને લઈને તેમની વચ્ચે આજથી લગભગ 150 વર્ષ પહેલા ઝઘડો થાય છે. જેમાં જે ભાઈએ ₹60 લેતા હોય છે તે પૈસા પરત આપતો નથી.

આજથી કરી 150 વર્ષ પહેલા હાલના સમયની જેમ કોર્ટ તથા ન્યાયની સુવિધા નહોતી. તેથી તે સમયે જે વ્યક્તિએ 60 રૂપિયા આપ્યા હતા તે ન્યાય મેળવવા માટે કામાક્ષી દેવીને આ બાબતે બાધા રૂપે ભળાવી દે છે.

તથા તે સમય પછી લગભગ આજે તેમની ચોથી પેઢી અસ્તિત્વમાં છે. અને પૈસાને લેવડદેવડ કરનાર બે ભાઈ જેમના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. એ સમય વિત્યાનો સમય ગાળો 150 વર્ષથી પણ વધુ સમય થયો છે.

આજના સમયે એ ભૂલને સુધારવા માટે તેમની પેઢીના બે ભાઈઓએ જે વ્યક્તિએ 60 રૂપિયા લીધા હતા, તેના વારસદારે ચાંદીના 60 સિક્કા બનાવીને કામાક્ષી માતાના મંદિરે મૂક્યા હતા. તથા ત્યાં હવન પણ કરાવ્યો. અને માતાજીની મંજૂરીથી આ બાબત વિશે સમાધાન પણ કરવામાં આવ્યું. અને જે વ્યક્તિ પાસેથી ૬૦ રૂપિયા લીધા હતા તે વ્યક્તિના વારસદારને આ 60 ચાંદીના સિક્કા આપવામાં આવ્યા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ