તમારા શહેરનો પેટ્રોલ ડીઝલનો આજનો ભાવ જાણો, આ નંબર પર માત્ર મેસેજ કરો.

 તમારા શહેરનો પેટ્રોલ ડીઝલનો આજનો ભાવ જાણો, આ નંબર પર માત્ર મેસેજ કરો.



પેટ્રોલ તથા ડીઝલના ભાવ રોજ બદલાતા હોય છે દરેક શહેર પ્રમાણે પણ અલગ અલગ હોય છે. હવે તમે એસએમએસના માધ્યમથી પણ પેટ્રોલ તથા ડીઝલનો સાચો ભાવ તમારા મોબાઇલ ફોનમાં જ પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ની વેબસાઈટ પર જઈને તમારે આર.એસ.પી અને તમારા શહેરનો કોડ લખીને 92 24 99 22 49 નંબર પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ અલગ હોય છે. આ કોડ તમને આઈ ઓ સી એલ ની વેબસાઈટ પરથી મળી જશે. તમારા શહેરનો જે પણ કોડ હોય તે કોડ તમારે આઈ ઓ સી એલ ની વેબસાઈટ પર જઈને જાણવાનો રહેશે.

ખાસ જણાવવાનું કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલ ની કિંમતોમાં ફેરફાર થતો હોય છે. રોજ સવારે 06:00 વાગ્યાથી નવી પેટ્રોલ તથા ડીઝલની કિંમતો લાગુ પડતી હોય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સિયા જ એક્સાઇઝ ડ્યુટી ડીલર કમિશન તથા અન્ય ચીજો પણ જોડીને આ કિંમત ડબલ થઈ જતી હોય છે.

 તેથી આ તમામ વસ્તુઓના આધાર પર પેટ્રોલ ની કિંમત અને ડીઝલ ની કિંમત નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરતી હોય છે. ડીલર એ પેટ્રોલ પંપ ચલાવવા વાળા વ્યક્તિઓ છે જે લોકો આ તમામ કર અને પોતાનો નફો મેળવીને પેટ્રોલ વેચે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ