કોરોનાની રસી બનાવનાર વૈજ્ઞાનિકની ગળું દબાવીને કરવામાં આવી હત્યા!
રશિયામાં બનાવવામાં આવેલ કોરોનાની રસી જેનું નામ સપુતનીક વી બનાવવાની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક તરીકે ભાગ ભજવેલ આંદ્ગે બોતિકોવ ની તેના જ ફ્લેટમાં પટ્ટાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી. પોલીસે હત્યાના આ મામલામાં એક શંકાસ્પદ વ્યક્તિને પણ ગિરફતાર કર્યો છે. રશિયાના મીડિયાએ આ ખબર શનિવારના રોજ આપી હતી. એક સમાચાર એજન્સી પ્રમાણે રશિયાની સંઘ તપાસ સમિતિમાં બતાવવામાં આવેલ રશિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સ માં વરિષ્ઠ સંશોધન કરતા તરીકે કામ કરનાર વ્યક્તિ ૪૭ વર્ષીય આંદ્ગે બોટીકોવનો ગુરુવારના દિવસે પોતાના જ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વલાદમીર પુતીને કોરોના વેક્સિન પર કામ કરવાના લીધે વાયરોલોજીસ્ટ ને ઓર્ડર ઓફ મેરીટ ફોર ધ ફાદરલેન્ડ એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. એ 18 વૈજ્ઞાનિકો માંથી એક હતા કે જેમણે 2021 માં સપુતનીક વી રસી વિકસિત કરી હતી.
તપાસ દરમિયાન એક 29 વર્ષીય એક વ્યક્તિએ ઝઘડા દરમિયાન પટ્ટાને ગળામાં ભરાવીને હત્યા કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે. બીજી એજન્સીઓના જણાવ્યા અનુસાર આ એક ઘરેલુ ગુનો છે
0 ટિપ્પણીઓ