ઘણીવાર ટ્રેન રેલ્વે સ્ટેશન આવ્યા પહેલા જ રોકાઈ જાય છે તેનું શું કારણ છે?

 ઘણીવાર ટ્રેન રેલ્વે સ્ટેશન આવ્યા પહેલા જ રોકાઈ જાય છે તેનું શું કારણ છે?


મિત્રો તમે ઘણીવાર જ જોયું હશે, કે ટ્રેન રેલ્વે સ્ટેશન આવ્યા પહેલા જ થોડી વાર માટે રોકાઈ જાય છે. તમને નવાઈ લાગશે કે શા માટે ટ્રેન કોઈપણ કારણ વગર રેલવે સ્ટેશન આવ્યા પહેલા રોકાઈ જતી હોય છે. કારણ કે તેના પર ત્યાં ક્યાંય ટ્રાફિક પણ હોતી નથી અને સ્ટેશન વગર કોઈ પેસેન્જર ઉતરવાનું પણ હોતું નથી. છતાં પણ ટ્રેન રોકાવવા પાછળનું કારણ શું હોઈ શકે? આજના આ લેખમાં આપણે ખૂબ જ વિગતવાર રીતે એ વસ્તુ જાણવાની પ્રયત્ન કરશો.

ભારતમાં રેલવે નેટવર્ક ખૂબ જ મોટું છે. લગભગ 68,103 કિલોમીટર ધરાવતું ભારતનું રેલવે નેટવર્ક વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં માલગાડી સાથે પેસેન્જર ગાડીઓ પણ સતત ચાલુ જ હોય છે. ભારતના મોટાભાગના રેલ્વે ટ્રેક પર વીજળી થી સંચાલિત ટ્રેનો ચાલી રહી છે.

ઘણીવાર એવું થાય કે એક ટ્રેન આવી રહી છે. અને બીજી ટ્રેન લેટ થવાના કારણે ક્યાંક સામે આવતી હોય અને તે પણ તે સ્ટેશન પર આવવાની હોય તો સ્ટેશન માસ્તર દ્વારા એક ટ્રેનને રોકવાનો આદેશ આપવામાં આવે છે. કારણ કે જો બંને ટ્રેન નો એક જ પાટા પર સામ સામે આવી જાય તો ખૂબ જ મોટી દુર્ઘટના ઘટે તેવી સંભાવના વધી શકે છે. એટલા માટે ઘણીવાર એક ટ્રેન આવે ત્યાં બીજી ટ્રેનને થોડીવાર માટે દૂર રોકી દેવામાં આવે છે. જેના કારણે બીજી ટ્રેન તેના સ્ટેશન પરથી નીકળી જાય ત્યારબાદ ફરીથી તેના પછીની ટ્રેન સ્ટેશન પર આવી શકે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ