E Shram Card થી મળે છે અનેક લાભ, કરોડો લોકો કરાવી રહ્યા છે રજીસ્ટ્રેશન!
કેન્દ્ર સરકાર દ્વારા દેશના કારીગર વર્ગ માટે ઘણી બધી પ્રકારની ખૂબ જ ઉપયોગી યોજનાઓ ચલાવે છે. સરકાર ગરીબસ્તરના લોકોને આર્થિક રૂપથી સક્ષમ બનાવવા માટે અનેક કોશિશ કરે છે. જેના માટે શ્રમ કાર્ડની યોજના પણ ચલાવે છે, આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રે જોડાયેલા કારીગર વર્ગ પોતાનો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેના માટે ભારત સરકારે ઈશ્રમ પોર્ટલ બનાવ્યું છે. ડિસેમ્બર 2022માં આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા વાળા કુલ લોકો લગભગ 28 કરોડથી પણ વધુ હતા.
રજીસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ :
ઈશ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કારીગરને સરકારની યોજનાનો લાભ મળે છે. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવા માટે અમુક ડોક્યુમેન્ટ જરૂરી હોય છે.
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે શ્રમિક પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તેની સાથે એક્ટિવ મોબાઈલ નંબર પણ આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોવો ફરજિયાત છે. તથા બેન્ક એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. આટલા ડોક્યુમેન્ટ લઈને પોતાના નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
આ યોજનાથી મળતા લાભ :
હાલમાં ઇસ રમ પોર્ટલ પર રજીસ્ટર કરેલ કારીગરોને સરકાર દ્વારા બે લાખ સુધીનો એકસીડન્ટલ વીમો આપવામાં આવે છે. એ શ્રમ પોર્ટલ પર જોડાવા વાળા કારીગરોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયા સુધીનો વિમાનો લાભ મળે છે. આ વીમા માટે દર મહિને કોઈપણ પ્રકારના પ્રીમિયમ આપવાની જરૂર પણ નથી કોઈ પણ કારીગરની દુર્ઘટનામાં મૃત્યુ થાય તો અથવા તો પૂર્ણ રૂપથી અપંગ થઈ જાય તો તેવી અવસ્થામાં બે લાખ રૂપિયાની વીમા રાશિ પ્રાપ્ત થાય છે. તથા કોઈપણ કારીગર થોડા અંશ થી અપંગ થાય તો તેને એક લાખ રૂપિયા સુધીની વીમા રાશિ પ્રાપ્ત થાય છે.
કોણ યોજનાનો લાભ લઈ શકતું નથી.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં 38 કરોડ કારીગરો ને જોડવાનો લક્ષ રાખેલ છે. પરંતુ જો કોઈ પણ સરકારની પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે તો તે વ્યક્તિ ઈ શ્રમ કાર્ડ યોજના થી નહીં જોડાઈ શકે તેની સાથે સાથે પીએમ કિસાન યોજનાના લાભાર્થી પણ એ શ્રમ કાર્ડ યોજના થી જોડાઈ નહીં શકે. કોઈપણ વ્યક્તિ જે અસંગઠિત ક્ષેત્રમાં 16 થી 59 વર્ષની ઉંમર ધરાવતા હોય તો આ યોજના માટે લાભ લઈ શકે છે.
0 ટિપ્પણીઓ