Gujarati Funny Jokes | Gujarati Comedy

 આજના કોમેડી જોક્સ. ગુજરાતી કોમેડી જોક્સ


પત્ની : સાંભળો, મારા મોઢામાં મચ્છર ગયું છે, હવે હું શું કરું?

પતિ : પગલી ઓલ આઉટ પી લે, છ સેકન્ડમાં કામ શરૂ!


ચિન્ટુ અને મોન્ટુ વાત કરી રહ્યા હતા.

ચિન્ટુ : યાર, કાલે રાતે ઘરે બહુ જ મોડો પહોંચ્યો. અને ઘરનો ડોરબેલ વગાડ્યો. પણ પત્નીએ દરવાજો ખોલ્યો જ નહીં. પછી આખી રાત રસ્તા પર નીકાળવી પડે.

મોન્ટુ : તો સવારમાં પત્ની સાથે ઝઘડો થયો હશે ને?

ચિન્ટુ : નહી યાર, સવારે દારૂ ઉતરી ત્યારે ખબર પડી કે મારા તો લગ્ન જ નથી થયા. અને ચાવી મારા ખિસ્સામાં હતી.


શિક્ષક : જો સ્કૂલની સામે તમને બોમ્બ દેખાય તો તમે શું કરો?

વિદ્યાર્થી : થોડીવાર સુધી જોતા રહીશું.

શિક્ષક : પછી?

વિદ્યાર્થી : ત્યારબાદ બોમ્બ ઉઠાવીને સ્ટાફ રૂમમાં ફેંકી દઈશું.


નોકર : સાહેબ મેં બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું, છતાં પણ મારા ખાતામાં 200 રૂપિયા સબસીડી આવી ગઈ.

શેઠ : 200 રૂપિયા સબસીડી નથી એ તારો પગાર વધારો છે.


ભૂગોળ ની એક શિક્ષકાએ ટીટુ ને પ્રશ્ન પૂછ્યો.

શિક્ષિકા : ગંગા ક્યાંથી નીકળે છે, અને ક્યાં કોને મળે છે?

ટેટુ : ગંગા ઘરેથી સ્કૂલ માટે નીકળે છે, મેકઅપ કરીને, અને સ્કૂલની પાછળ કાલુ ને મળે છે.

 ટીટુ ને જોરથી થપ્પડ પડ્યું.


પતિ તેની પત્નીને કહે છે.

પતિ :  તારાથી લગ્ન કરીને મને એક સૌથી મોટો ફાયદો થયો છે!

પત્ની : એવો તો વળી શું ફાયદો થયો છે?

પતિ : મારા ગુનાઓની સજા મને આજ જન્મમાં મળી ગઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ