હાર્ટ એટેક આવવાના કારણો !

 દેશમાં યુવાનોને હાર્ટ અટેક આવવા પાછળનું કારણ શું હોઈ શકે.


કોરોના વાયરસ બાદ હાલના સમયમાં દેશમાં હાર્ટ એટેક થી યુવાનોના ખૂબ જ વધારે સંખ્યામાં મોત થઈ રહ્યા છે‌. હાર્ટ અટેક થોડા જ સમયમાં માણસનું જીવન આત્મ કરી દે છે. અનેક પ્રકારના કેસ અત્યારના સમયે સામી આવી રહ્યા છે. જેની અંદર ખૂબ જ નાની વયના લોકો પણ આ તકલીફનો શિકાર થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે હાર્ટ એટેક આવનાર લોકોમાં મોટાભાગના લોકો યુવાન વયના એટલે કે 30 વર્ષથી પણ ઓછી ઉમર ધરાવતા લોકો છે.

થોડા સમય પહેલા જ હૈદરાબાદમાં માત્ર દસ દિવસમાં પાંચથી વધારે હાર્ટ એટેકના કેસ સામે આવ્યા હતા. એક ઘટના એવી બની હતી કે જેમાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો માત્ર 18 કે 19 વર્ષનો યુવાન પણ હાર્ટ એટેક થી મૃત્યુ પામ્યો હતો. તથા સિકંદરાબાદમાં બેડમિન્ટન રમતો એક વ્યક્તિ હાર્ટ એટેક થી મૃત્યુ પામ્યો હતો.

તેલંગણા ના એક શહેરમાં લગ્નમાં ડાન્સ કરતા વ્યક્તિને હાર્ટ એટેક આપતા તે જ સ્થળ તેનું મૃત્યુ થયું હતું. આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં અમુક ઘટનાઓ ગુજરાતમાં પણ સામે આવી રહી છે. કોરોનાવાયરસ પછી ખૂબ જ ભયંકર બીમાર રહી છે લોકોના જીવ લઈ રહી છે.

હાર્ટ એટેક આવવા પાછળનું કારણ :

હાલના સમયમાં દોડધામ ભરી જિંદગીથી લોકોના શરીર પર ખૂબ જ અસર પડતી હોય છે. જેનાથી ખરાબ અસરો ના લીધે અને ખરાબ ખાનપાન વ્યસન ઓછી ઊંઘ તથા તણાવ જેવી અનેક પ્રકારની તકલીફો ના લીધે હાર્ટ એટેક આવવાની સમસ્યાઓ વધી રહી છે.

તે માટે લોકોએ ખાન પાનમાં ખાસ પ્રકારની ધ્યાન રાખવાની જરૂર છે. તથા શરીરને હળવી કસરત પણ આપવી ખૂબ જ જરૂરી છે. બેઠાડું જીવન લોકોને શરીરમાં ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તેથી શરીરને શારીરિક શ્રમ પણ આપવો ખૂબ જ જરૂરી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ