ડોક્ટર બનવા માટે શું કરવું જોઈએ.

 ડોક્ટર બનવા માટે શું કરવું જોઈએ.

જ્યારે બાળક નાનું હોય ત્યારે તેને સ્કૂલમાં પૂછવામાં આવે કે તારે મોટા થઈને શું બનવું છે. ત્યારે દરેકના સપના અલગ અલગ હોય છે. પરંતુ આજના આ લેખમાં આપણે જે લોકોને ડોક્ટર બનવું છે. તેમને ધોરણ 10 પછી કયા કોર્સ કરવા પડે અને સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની વિગતવાર માહિતી લઈશું.

ડોક્ટર બનવા માટે ધોરણ 10 પછી શું કરવું જોઈએ ?

મિત્રો ધોરણ 10 પછી તમારી સામે ત્રણ થી ચાર વિકલ્પ હોય છે. જેમ કે તમે સાયન્સ કરી શકો છો, આર્ટસ કરી શકો છો, તથા કોમર્સ પણ કરી શકો છો, ડિપ્લોમા પણ કરી શકો છો, અને આઇટીઆઇ પણ કરી શકો છો. તેમાં આર્ટસ કોમર્સ અને સાયન્સ ધોરણ 11 ,12 મા કરી શકો છો.

હવે વાત કરીએ, કે જો તમારે ડોક્ટર બનવું છે. તો સૌ પ્રથમ તમારે ધોરણ 11, 12 માં સાયન્સ પસંદ કરવું પડશે. સાયન્સમાં પણ બે વિભાગ હોય છે. જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી.

ડોક્ટર બનવા માટે સાયન્સમાં ગ્રુપ બીની પસંદગી કરવાની રહેશે ગ્રુપ બી માં કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી એવા ત્રણ મુખ્ય સબ્જેક્ટ આવે છે.

ધોરણ 12 ઓછામાં ઓછા 50% થી વધારે માર્ક્સ મેળવીને તમારે પાસ કરવાનું રહેશે. ત્યારબાદ ડોક્ટર બનવા માટે તમારે કોલેજ માટેની એન્ટ્રેસ્ટ એક્ઝામ આપવાની રહેશે જેને આપણે નીટ તરીકે ઓળખીએ છીએ.

ધોરણ 12 પછી ડોક્ટર બનવા માટે શું કરવું જોઈએ?

હવે મિત્રો ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપ સાથે પાસ કર્યા બાદ તમારે નીટ એક્ઝામ જે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા છે જે આપવાની રહેશે. આ પરીક્ષા 720 માર્કસની રહેશે તથા આ પરીક્ષામાં ધોરણ 11 અને 12 ના તમામ વિષયો માંથી પ્રશ્નો પુછાશે.

નીટ પરીક્ષા આપ્યા બાદ તમને જે નીટ પરીક્ષામાં સ્કોર મળે છે તેના પર આધારિત તમને કોલેજ મળશે.

ડોક્ટર બનવા માટે કઈ કોલેજ કરવી જોઈએ?

M.B.B.S (બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જરી)

B.D.S (બેચલર ઓફ ડેન્ટિસ્ટ સર્જરી)

B.H.M.S (બેચલર ઓફ હોમીયોપોથી મેડિસિન એન્ડ સર્જરી)

બી.એ.એમ.એસ (બેચલર ઓફ આર્યુવેદિક મેડિસિન એન્ડ સર્જરી)

દોસ્તો ડોક્ટર બનવા માટે ગ્રેજ્યુએશન કરવા માટે મહત્વની આચાર બ્રાન્ચ માંથી તમે ગ્રેજ્યુએશન કરી શકો છો. દરેક બ્રાન્ચ નો સમયગાળો પાંચથી સાડા પાંચ વર્ષ સુધીનો હોય છે.

હવે એમબીબીએસ કર્યા બાદ તમારે માસ્ટર ડિગ્રી એટલે કે એમડી અને એમએસ કરવી પણ જરૂરી અને ફાયદાકારક થઈ શકે છે જે દરેક લોકોની ઈચ્છા પર નિર્ભર છે.

કઈ કોલેજમાંથી એમબીબીએસ ની ડિગ્રી મેળવવી?

ભારતમાં એમબીબીએસ ની ડિગ્રી માટે બે પ્રકારની કોલેજો છે જેમાં અમુક સરકારી કોલેજો છે. જ્યારે બાકીની પ્રાઇવેટ કોલેજો છે સરકારી કોલેજોમાં એડમિશન મેળવવા માટે નીટ પરીક્ષામાં સારો એવો સ્કોર જરૂરી છે. સરકારી કોલેજમાં પ્રવેશ મળતા તમારે ખૂબ જ ઓછી ફી ભરવી પડે છે. જ્યારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મેળવવા તમારે લાખો રૂપિયા ચૂકવવા પડે છે.

હાલના સમયમાં એમબીબીએસ ની ડીગ્રી મેળવવા માટે લોકો વિદેશ પણ જઈ રહ્યા છે. વિદેશમાં એમબીબીએસ ની ડિગ્રી મેળવ્યા બાદ ભારતમાં આવીને એફએમજી પરીક્ષા પાસ કરીને ભારતમાં તમે ડોક્ટર બની શકો છો. જેના માટે માત્ર neet પાસ કરવી જ જરૂરી હોય છે નીટમાં તમારે ઓછો સ્કોર હોય તો તમે વિદેશ જઈ એમબીબીએસ કરી શકો છો. અને ભારતમાં ડોક્ટર બની શકો છો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ